વિશ્વના સૌથી મોટા રેડિયો દૂરબીનના 'મસ્તિષ્ક'ની ડિઝાઈન તૈયાર, જાણો શું છે ફાયદા

SKAના સાયન્સ ડાટા પ્રોસેસર (SDP) કન્સોર્ટિયમે પોતાનું એન્જિનિયરિંગ કામ પૂરું કરી લીધું છે 
 

વિશ્વના સૌથી મોટા રેડિયો દૂરબીનના 'મસ્તિષ્ક'ની ડિઝાઈન તૈયાર, જાણો શું છે ફાયદા

લંડનઃ કેમ્બ્રિજના વૈજ્ઞાનિકોએ દુનિયાના સૌથી મોટા રેડિયો દૂરબીન 'સ્ક્વાયર કિલોમીટર એરે' (SKA)ના 'મસ્તિષ્ક'ની ડિઝાઈન તૈયાર કરી લીધી છે. સંશોધનકર્તાઓએ જણાવ્યું કે, SKA સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયા પછી અંતરીક્ષ વૈજ્ઞાનિકો તેની મદદથી અમર્યાદિત વિસ્તારમાં આકાશ પર નજર રાખી શખશે. તેઓ કોઈ પણ વર્તમાન પ્રણાલીની સરખામણીમાં વધુ ઝડપથી વિશ્લેષણ કરી શકશે. 

SKAના સાયન્સ ડાટા પ્રોસેસર (SDP) કન્સોર્ટિયમે પોતાનું એન્જિનિયરિંગ કામ પૂરું કરી લીધું છે. એસકેએના દૂરબીનથી મળેલા આંકડાની સમીક્ષા માટે તૈયાર કરવામાં આવી રહેલા બે સુપર કમ્પ્યૂટરમાંથી એકની ડિઝાઈન માટે 5 વર્ષથી ચાલી રહેલું કામ પૂરું થઈ જવાના સંકેત છે. 

SKA ઓર્ગેનાઈઝેશનના એસડીપી પ્રોજેક્ટના મેનેજર મોરિજિયો મિક્કોલિસે જણાવ્યું કે, "અમારું અનુમાન છે કે, SPD કમ્પ્યૂટરની કુલ ગણન ક્ષમતા લગભગ 250 પીફ્લોપ છે અને તે દુનિયાના વર્તમાન સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર IBMના સમિટ કરતાં 25 ટકા વધુ ઝડપે કામ કરશે."

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news