વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના અધિકારોનો ઉપયોગ કરતા શનિવારે અમેરિકાની સંસદના નિર્ણયને નજરઅંદાજ કરીને બેરોજગારી લાભને વધારવા સહિત ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. કોરોના વાયરસ મહામારીને લઈને નવા રાહત પેકેજને અમેરિકાની સંસદની મંજૂરી ન મળી શક્યા બાદ ટ્રમ્પે આ આદેશ જારી કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રમ્પે 4 કાર્યકારી આદેશ પર કર્યા હસ્તાક્ષર
ટ્રમ્પે ન્યૂજર્સીના બેડમિન્સ્ટર સ્થિત પોતાના ખાનગી ફાર્મ હાઉસમાં ચાર કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. ટ્રમ્પે મહામારી દરમિયાન લાખો અમેરિકીઓ માટે બેરોજગારી લાખને જારી રાખીને આગામી નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લીડ લેવાનો પ્રયાસ કર્યો છે. આ પહેલા કોંગ્રેસે આ ચુકવણીને પૂરુ થઈ જવા દીધું હતું. ત્યારબાદ વ્હાઇટ હાઉસ અને ડેમોક્રેટની વચ્ચે લોક લોભામણા પેકેજને આગળ વધારવાને લઈને ગતિરોધ વધુ વધી ગયો હતો. 


ભગવાન રામ બાદ હવે ગૌતમ બુદ્ધને ભારતીય કહેવા પર ભડક્યું નેપાળ, જયશંકરના નિવેદનનો કર્યો વિરોધ


કોંગ્રેસ અને તંત્ર વચ્ચે વાતચીતથી દૂર રહ્યાં ટ્રમ્પ
કોંગ્રેસ (સંસદના)ના નેતાઓની સાથે આ વહીવટી વાર્તાથી ટ્રમ્પે પોતાને દૂર રાખ્યા હતા. તેમણે પોતાના તરફથી વાતચીતની જવાબદારી વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મીડોઝ અને નાણામંત્રી સ્ટીવન મ્નુચિનને સોંપી હતી. ટ્રમ્પે હાલના નિર્ણયો હેઠળ 400 અમેરિકી ડોલરની સાપ્તાહિત સહાયતા આપવાની સાથે પેરોલ ટેક્સ અને ફેડરલ શિક્ષણ લોનને ટાળવાનો પણ નિર્ણય કર્યો છે. 


બેરોજગારી અમેરિકનોને મળશે 400 યૂએસ ડોલર
ટ્રમ્પે બેરોજગારી લાભ વિશે કહ્યું કે, આ એક સપ્તાહમાં 400 અમેરિકી ડોલર છે, અને અમે તેને ડેમોક્રેટ વગર કરી રહ્યાં છીએ. તેમણે કહ્યું કે, રાજ્યોએ તેના ખર્ચના 25 ટકા ભોગવવા પડશે. હજુ તે સ્પષ્ટ નથી કે રાજ્યોનો ભાગ ક્યાંથી આવશે. પરંતુ ટ્રમ્પે સંકેત આપ્યા છે કે પાછલા કોરોના વાયરસ રાહત કોષના બચેલા ભાગથી તે તેના માટે ખર્ચ કરશે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube