ભર ઊંઘમાં તમને Sex ના સપના આવે છે? જવાબ જો `હા` હોય તો ખાસ વાંચો નહીં તો પસ્તાશો
તમને ભર ઊંઘમાં કોઈ એવું સપનું આવે છે? જેમાં તમે કોઈની સાથે શારીરિક સંબંધ બનાવી રહ્યા છો? લગભગ 97 ટકા લોકો ક્યારેક ને ક્યારેક આવા સપના તો જરૂર જોતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે આ સપના કોઈ ખાસ વાત તરફ ઈશારા કરી રહ્યા છે?
સપનાના આ થાય છે અર્થ
સૂતી વખતે બધા સપના જોતા હોય છે. સપનામાં અનેક વાતો છૂપાયેલી હોય છે. અનેકવાર વીતેલી પળો સામે આવે છે. તો અનેકવાર એવી વ્યક્તિઓ સાથે મુલાકાત થા છે જેને તમે મળવાની કોશિશ કરી રહ્યા છો. કે પછી જે વ્યક્તિથી તમે તમારા જીવનમાં ખુબ પ્રભાવિત છો. એક કંપનીના સર્વે મુજબ લગભગ 97 ટકા લોકોએ સપનામાં કોઈને કોઈ એવી વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બનાવ્યા જ હોય છે. ડેઈલી મેઈલના અહેવાલ મુજબ સેક્સપર્ટ ટ્રેસી કોક્સ કહે છે કે આ સપનાના ખાસ અર્થ હોય છે. જો કે લોકો તેનાથી મળેલા ઈશારાને નજર અંદાજ કરતા હોય છે. કેટલાક સપનાના અહીં અમે તમને અર્થ બતાવી રહ્યા છીએ જે ખાસ જાણો.
PHOTOS: સોનાથી ઝગારા મારતો મહેલ, 7000 લક્ઝરી કાર, રાજાના ઠાઠમાઠ જોઈને આંખો પહોળી થઈ જશે
એક્સ બોયફ્રેન્ડ/ગર્લફ્રેન્ડ સાથે શારીરિક સંબંધનું સપનું
એક્સ બોયફ્રેન્ડ/ગર્લફ્રેન્ડ સાથે સંબંધનું સપનું: ખુબ સામાન્ય વાત છે કે લોકો અલગ અલગ પરિસ્થિતિઓમાં એક જેવું જ સપનું જોઈ શકે છે. પરંતુ આ પ્રકારનું સપનું તમને સંકેત આપે છે કે તમે જેનાથી દૂર થઈ ગયા છો તેનાથી દૂર જવાની ચાહત તમને હજુ પણ નહતી અને તમારા મનમાં હજુ પણ તેના માટે ઘણું બધુ છે. તમે કેટલીક ખાસ વાત તેને બતાવવા માંગો છો. જો આ એક સામાન્ય અને પ્રેમભર્યું સપનું છે તો કઈક કહેવાની ચાહત છે પરંતુ જો સપનામાં ઉગ્રતા જોવા મળે કે જબરદસ્તી કઈક કરવા જેવું હોય તો તેનો અર્થ છે કે તમે તમારા એક્સને દંડ આપવા માંગો છો.
Farmers Protest: એક અદભૂત આઈડિયા, જેનાથી ખેડૂત આંદોલન પણ પૂરું થઈ જશે અને ખાલિસ્તાન પણ બની જશે
અણગમતી વ્યક્તિ સાથે સેક્સનું સપનું
જે વ્યક્તિ ન ગમતી હોય તેની સાથે સેક્સ કરવાનું સપનું આવે તો તેનો સીધો અર્થ એ થાય છે કે તમે તે વ્યક્તિને દંડ આપવા માંગો છો. આવું નફરતની હદ પાર થઈ જાય ત્યારે થતું હોય છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube