ઝી ડિજિટલ ડેસ્ક/અમદાવાદઃ આજે #EarthOvershootDay છે, જે દિવસે માનવ સમુદાયે સૃષ્ટિના એક વર્ષનું આખું બજેટ વાપરી નાખ્યું છે. આ દિવસની તારીખ દર વર્ષે ઘટતી જઈ રહી છે. જો આજના જેવી જ સ્થિતી રહેશે અને તેમાં કોઈ પરિવર્તન નહીં આવે તો 2050 સુધીમાં આપણું ભવિષ્ય ટકાવી રાખવા માટે આપણને 3 નવી પૃથ્વીની જરૂર પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્લોબલ ફૂટપ્રિન્ટ નેટવર્કના એક અભ્યાસ અનુસાર, "આજની તારીખે આપણે જે રીતે પૃથ્વીનાં સ્રોતનો ઉપયોગ કરી રહ્યા છીએ તેને જોતાં દુનિયામાં રહેલાં લોકોની જરૂરિયાતો પૂરી કરવા માટે 1.75 પૃથ્વીની જરૂર છે. વર્ષ 2019ની 29 જુલાઈના સોમવાર સુધીમાં માનવ સમુદાયે પૃથ્વી પર રહેલા તમામ પ્રકારનાં સ્રોત જેમ કે પાણી, જમીન અને સ્વચ્છ હવાનો સંપૂર્ણ ઉપયોગ કરી લીધો છે. આ કારણે જ હવે 'Earth Overshoot Day' છેલ્લા 20 વર્ષથી દર વર્ષે 2 મહિના પાછળ ખસતો જઈ રહ્યો છે અને આ વર્ષની તારીખ તો અત્યાર સુધીમાં સૌથી આગળની છે."


World Tiger Day : ભારતમાં 9 વર્ષમાં વાઘની સંખ્યા 692થી વધી 860 થઈ


કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં સ્થિત પર્યાવરણ જૂથે એક નિવેદનમાં જણાવ્યું કે, "Earth Overshoot Day,  29 જુલાઈના રોજ આવ્યો છે, તેનો અર્થ એવો થાય છે કે પૃથ્વીની જૈવસૃષ્ટિ પુનઃઉત્પાદિત થાય તેની સરખામણીમાં માનવ સમુદાય વર્તમાનમાં સૃષ્ટિનો 1.75 જેટલી ઝડપે ઉપયોગ કરી રહ્યો છે. એટલે કે, આપણે અત્યારે 1.75 પૃથ્વીનો ઉપયોગ કરી રહ્યા છીએ."


ડિસ્કવરીના ‘Man Vs Wild’ શોમાં જોવા મળશે પીએમ મોદી, ખતરનાક જંગલોમાં થયું શૂટિંગ


Earth Overshoot Dayની ગણતરી 1986થી શરૂ કરવામાં આવી હતી અને તે દર વર્ષે ધીમે-ધીમે પાછળ ખસતો જઈ રહ્યો છે. વર્ષ 1993માં તે 21 ઓક્ટોબરના દિવસે આવ્યો હતો, વર્ષ 2003માં આ તારીખ પાછળ ખસીને 22 સપ્ટેમ્બર થઈ ગઈ, વર્ષ 2017માં 2 ઓગસ્ટ હતી અને માત્ર બે વર્ષમાં જ તે વધુ પાછળ 29 જુલાઈ પર આવી ગઈ છે. 


[[{"fid":"226331","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ગ્લોબલ ફૂટપ્રિન્ટ નેટવર્કના સ્થાપક મેથિસ વેકર્નેગલે જણાવ્યું કે, "આપણી પાસે માત્ર એક જ પૃથ્વી છે અને માનવ સમુદાયના અસ્તિત્વ માટે પણ આ એક જ ગ્રહ છે. આપણે હવે કોઈ પણ પ્રકારના વિનાશ વગર પણ 1.75 પૃથ્વીનો ઉપયોગ કરી શકીએ એમ નથી."


Video: PM મોદી જોવા મળશે માનવીય પાસું, જે જાગૃત કરશે વન્યપ્રાણી સંરક્ષણને


વિશ્વના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....