હવે ઈંગ્લેન્ડે આપ્યો ભારતને જબરદસ્ત ઝટકો, જાણીને ઉડી જશે હોશ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી સુષમા સ્વરાજ દુનિયાભરના દેશો સાથે સંબંધો મજબુત કરવા માટે પ્રવાસ કરી રહ્યાં છે. આ બધા વચ્ચે ઈંગ્લેન્ડે ભારતને એક મોટો ઝટકો આપ્યો છે.
લંડન: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી સુષમા સ્વરાજ દુનિયાભરના દેશો સાથે સંબંધો મજબુત કરવા માટે પ્રવાસ કરી રહ્યાં છે. આ બધા વચ્ચે ઈંગ્લેન્ડે ભારતને એક મોટો ઝટકો આપ્યો છે. ઈંગ્લેન્ડે ઉદાર વિઝા નીતિની એક નવી લિસ્ટ જારી કરી છે. જેમાં દુનિયાના 25 દેશોના નામ સામેલ છે. ભારત માટે આ યાદી ચિંતા જનક છે. વાત જાણે એમ છે કે ઉદાર વિઝાની યાદીમાંથી ભારતનું નામ હટાવી લેવાયું છે જ્યારે ચીનનું સામેલ છે. વિદેશ મામલાના જાણકારો આ મુદ્દે ભારતની સરખામણીએ ચીનની રણનીતિક જીત માની રહ્યાં છે.
ઈંગ્લેન્ડે આ કારણ આપ્યું
બ્રિટનના આંતરરાષ્ટ્રીય કારોબાર મંત્રી લિઆમ ફોક્સે કહ્યું કે ભારતને એ દેશોની નવી સૂચિમાંથી બહાર રખાયું છે જેમના વિદ્યાર્થીઓ બ્રિટિશ યુનિવર્સિટીમાં ભણવા માટે વીઝા આવેદન પ્રક્રિયામાં રાહત મેળવી શકે છે. આ સૂચિમાંથી ભારતને બહાર રાખવાનું કારણ ગેરકાયદેસર પ્રવાસી ભારતીયોનો વણઉકેલાયો મામલો છે.
આ વર્ષના મધ્ય એપ્રિલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બ્રિટન પ્રવાસ પહેલા ભારતીય કેબિનેટે બ્રિટન પાસે ગેરકાયદે પ્રવાસીઓની સ્વદેશ વાપસીને લઈને કરાર પર મહોર લગાવી હ તી. આ પ્રવાસ દરમિયાન લગભગ 25 કરારો થવાના હતાં. ભારતે જો કે છેલ્લા સમયે આ કરાર પર હસ્તાક્ષર કરવાની ના પાડી દીધી હતી. વિદેશ મંત્રાલયે તેના પર આપત્તિ નોંધાવી હતી કે ભારતીય એજન્સીઓને દસ્તાવેજો વગરના પ્રવાસીઓના સત્યાપન માટે માત્ર 15 દિવસનો સમય અપાયો છે. બ્રિટનની નવી સૂચિમાં ચીન, માલદીવ, મેક્સિકો અને બહેરીન સહિત 25 દેશોનો સમાવેશ કરાયો છે.
બ્રિટનના આ ફેસલાથી ભારતીય વિદ્યાર્થીઓને સૌથી વધુ નુકસાન થશે. દર વર્ષે સેકડો ભારતીય વિદ્યાર્થીઓ ભણવા માટે બ્રિટન જાય છે. બ્રિટન-ભારત વીકથી અલગ ફોક્સે કહ્યું કે આપણે ભારત સાથે સતત વાતચીત કરવાની જરૂર છે. હંમેશથી સરળ નિયમોની માંગણી થતી રહી છે. પરંતુ અમે આ મામલાના ઉકેલ વગર તેના પર ધ્યાન આપી શકીએ નહીં.
આ ફેસલાની ભારત-બ્રિટન સંબંધો પર પડનારી અસર અંગે પૂછાતા કહ્યું કે અમારા સંબંધ લાંબાગાળાના છે અને તે માત્ર કારોબાર સુધી સીમિત નથી. ઈંગ્લેન્ડનો પક્ષ રજુ કરતા આંતરરાષ્ટ્રીય કારોબાર મંત્રી લિઆમ ફોક્સે કહ્યું કે ભારતે ગેરકાયદે પ્રવાસીઓ અંગે કઈ કર્યુ નહીં.
અત્રે જણાવવાનું કે કેન્દ્રમાં ભાજપની સરકાર બન્યા બાદ અનેક દેશોએ ભારત સાથે ઉદાર વિઝા નીતિ અપનાવી છે. સામાન્ય રીતે ઉદાર વિઝા નીતિ મિત્ર રાષ્ટ્ર સાથે જ હોય છે. વર્ષ 2015માં ભારતે કેનેડા સહિત અન્ય કેટલાક યુરોપીય દેશો સાથે ઉદાર વિઝા નીતિ લાગુ કરી હતી. આ ઉપરાંત ભારત ફિલ્મોના શુટિંગ કરવા અને ઈલાજ કરાવવાના નામ ઉપર પણ સરળતાથી વિઝા જારી કરે છે.