બર્લિન: ઈંગ્લેન્ડમાં કોરોના વાયરસ (Corona virus)નો નવો પ્રકાર (Strain) મળી આવતા માત્ર ત્યાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં હડકંપ મચી ગયો છે. યુરોપિયન યુનિયન(European Union)ના અનેક દેશોએ રવિવારે બ્રિટન (Britain) થી આવતી ફ્લાઈટ્સ (Flights) પર પ્રતિબંધ મૂક્યો છે. પોતાના દેશમાં આ નવા સ્ટ્રેનથી કોઈ ખતરો ઉભો ન થાય તે હેતુસર આ પગલું લેવાયું છે. હજુ અનેક દેશો આવા પ્રતિબંધો પર વિચાર કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ કરતા પણ મોટી આફત દેશ પર ત્રાટકે તેવી ભીતિ! સરકારની ચિંતા વધી, તાબડતોબ હાઈ લેવલની બેઠક યોજી


ફ્રાન્સે લગાવી 48 કલાકની રોક
ફ્રાન્સે રવિવારના રોજ મધરાતથી આગામી 48 કલાક માટે બ્રિટનથી તમામ પ્રકારની મુસાફરી પર રોક લગાવી છે. જેના પર પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા જાહેરાત કરાઈ. કહેવાયું કે બ્રિટન જનારા લોકો પ્રભાવિત નહીં થાય એટલે કે લોકો ફ્રાન્સથી બ્રિટન જઈ શકશે પરંતુ આગામી 48 કલાક સુધી બ્રિટનથી ફ્રાન્સ કોઈ મુસાફરી કરી શકશે નહીં. 


કોરોનાની રસી લીધા બાદ 17 જ મિનિટમાં નર્સ ઢળી પડી, કાચાપોચા ન જોતા VIDEO


જર્મની અને બેલ્જિયમે પણ રોક લગાવી
ફ્રાન્સ બાદ જર્મનીએ પણ બ્રિટનથી આવતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી દીધી છે. ત્યાંની સરકારે કહ્યું છે કે તેઓ બ્રિટનથી આવનારી ઉડાણો પર રોક લગાવી રહ્યા છે. ફ્રાન્સ અને જર્મની બાદ નેધરલેન્ડે પણ આ વર્ષના અંત સુધી બ્રિટનથી આવનારી ફ્લાઈટ્સ પર રોક લગાવી છે. બેલ્જિયમે પણ રવિવાર મધરાતથી બ્રિટનની રેલસેવાઓની અવરજવર બંધ કરી છે. બેલ્જિયમના પ્રધાનમંત્રી અલેક્ઝેન્ડર ડી ક્રુએ રવિવારે કહ્યું કે તેઓ 'ખાસ સાવધાની' તરીકે અડધી રાતથી આગામી 24 કલાક માટે બ્રિટનથી આવતી ઉડાણો પર રોક લગાવી રહ્યા છે. 


સાઉદી અરબે ભારતીય અર્થવ્યવસ્થા પર આપ્યું મોટું નિવેદન, ચીન-પાકિસ્તાનને લાગશે મરચા


ઓસ્ટ્રિયા અને ઈટાલીએ પણ કહ્યું કે બ્રિટનથી આવતી ફ્લાઈટ્સ પર રોક લગાવવામાં આવશે. જો કે તેમણે હજુ પણ તેના વિશે વધુ જાણકારી આપી નથી. ઈટાલીના વિદેશમંત્રી લુઈગી ડી માયોએ ટ્વિટર પર કહ્યું કે સરકાર કોરોના વાયરસના નવા પ્રકારથી ઈટાલીના નાગરિકોને બચાવવા માટે જરૂરી પગલાં ભરી રહી છે. રવિવારે બ્રિટનથી લગભગ બે ડઝન જેટલી ફ્લાઈટ્સ ઈટાલી માટે રવાના થશે. જ્યારે ઝેક રિપબ્લિકે બ્રિટનથી આવતા લોકો માટે અલગથી રોકાવવાના નિયમો લાગુ કર્યા છે. 


'રસી એ કોઈ Silver Bullet નથી કે આંખના પલકારામાં કોરોનાને ખતમ કરી નાખશે'


બ્રિટનમાં નવા પ્રકારથી જોખમ વધ્યું
બ્રિટનમાં કોરોના વાયરસનો નવો ભયંકર ખતરો સામે આવતા આખી દુનિયામાં હડકંપ મચ્યો છે. કોરોનાના નવા પ્રકારને લીધે બ્રિટનમાં સંક્રમણ વધ્યું છે. બ્રિટન સરકારે સ્થિતિ નિયંત્રણ બહાર હોવાની ચેતવણી આપી દીધી છે. બ્રિટને 30 ડિસેમ્બર સુધી ટાયર-4 લોકડાઉન લાગૂ કર્યું. ટાયર-4 લોકડાઉનમાં બધુ જ બંધ રાખવામાં આવે છે જ્યારે લંડન-ઈસ્ટ ઈગ્લેન્ડમાં 30 ડિસેમ્બર સુધી લોકડાઉન છે. કોરોનાના નવા ખતરાથી બ્રિટનમાં રેલ સેવાને પણ અસર થઈ છે. 


બ્રિટનમાં ક્રિસમસમાં પણ નહીં મળે છૂટછાટ
આ નવા જોખમના પગલે બ્રિટનમાં તમામ લોકોને તેમના સ્થાનિક વિસ્તારમાં જ રહેવાની સૂચના અપાઈ છે. મહામારીને પગલે લંડનમાં ટાયર-4 સ્તરનું લોકડાઉન લાગૂ કરાયેલુ છે. ટાયર-1 પ્રતિબંધનું સૌથી નીચુ સ્તર ગણાય છે જ્યારે ટાયર-4 સૌથી મોટું અને સખ્ત લોકડાઉન છે. બ્રિટનમાં લોકડાઉનના સમયમાં વધારો પણ થઈ શકે છે. જ્યા સુધી મોટા ભાગના લોકોને કોરોનાની રસી ન અપાય ત્યા સુધી લોકડાઉન લંબાવવામાં આવી શકે છે.


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube