કોરોનાની રસી લીધા બાદ 17 જ મિનિટમાં નર્સ ઢળી પડી, કાચાપોચા ન જોતા VIDEO

કોરોનાની રસીની કાગડોળે વાટ જોતા લોકો માટે એકબાજુ જ્યાં રસી જલદી ઉપલબ્ધ થવાના ખુશખબર છે ત્યાં હવે તેની સાઈડ ઈફેક્ટ્સની પણ બીક લાગવા માંડી છે. 

કોરોનાની રસી લીધા બાદ 17 જ મિનિટમાં નર્સ ઢળી પડી, કાચાપોચા ન જોતા VIDEO

ટેનેસી: અમેરિકામાં જ્યાં મોટા પાયે લોકોને રસીના ડોઝ મળવાની ખુશી થઈ રહી છે ત્યાં બીજી  બાજુ હવે તેની સાઈડ ઈફેક્ટ્સની પણ બીક લાગવા માંડી છે. શુક્રવારે એક નર્સમાં રસીની લીધા બાદ આડઅસર જોવા મળી જેણે આ ડર વધારી દીધો છે. હકીકતમાં અહીં એક હોસ્પિટલમાં નર્સ મેનેજર કોરોના રસી લીધાની ગણતરીની મિનિટોમાં જ પ્રેસ કોન્ફરન્સમાં બેહોશ થઈ ગઈ. 

પ્રેસ બ્રિફિંગ દરમિયાન બેભાન થઈ ગઈ નર્સ
આ નર્સને ફાઈઝર બાયોએનટેકની કોવિડ-19 રસી આપવામાં આવી હતી. ત્યારબાદ તે ખુશીમાં લાઈવ ટીવી શોમાં ઈન્ટરવ્યું આપી રહી હતી. પરંતુ અચાનક તેને ચક્કર આવવા માંડ્યા. હજું તો ઘટના સ્થળે હાજર લોકો કઈ સમજે તે પહેલા જ ટિફેની ડોવર  (Tiffany Dover) નામની આ નર્સ ઈન્ટરવ્યુ આપતા આપતા જ બેહોશ થઈ ગઈ અને જમીન પર ઢળી પડી. ત્યારબાદ ઘટનાસ્થળે હાજર ડોક્ટરોની ટીમને તેના સ્વાસ્થ્યની તપાસ કરી અને થોડીવારમાં તે ઠીક થઈ ગઈ. આ દરમિયાનનો તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. 

— ~ Marietta (@MDavisbot) December 18, 2020

રસી લીધાના 17 મિનિટ બાદ બેહોશ થઈ નર્સ
ટિફેની અમેરિકાના શહેર ટેનેસી સ્થિત સીએચઆઈ મેમોરિયલ હોસ્પિટલથી પ્રેસ બ્રિફિંગ કરી રહી હતી. તે આ વીડિયોમાં કહે છે કે અમારો પૂરો સ્ટાફ, આ રસી અંગે ઉત્સાહિત છે. અમે કોવિડ યુનિટ છીએ આથી મારી ટીમને સૌથી પહેલા આ રસીના ઉપયોગની તક મળી છે. ત્યારબાદ તે વીડિયોમાં થોડી અસહજ જોવા મળે છે અને કહે છે કે સોરી મને ચક્કર આવે છે. આટલું કહીને ટિફેની પોતાનું સંતુલન ગુમાવી દે છે. રિપોર્ટ્સ મુજબ કોરોના રસી લીધાના 17 મિનિટ બાદ ટિફેની બેહોશ થઈ ગઈ હતી.

ડોક્ટરે જણાવ્યું આ કારણ
જો કે આ મામલે ડોક્ટરોનું કહેવું છે કે આ કોરોના રસી સંબંધિત નથી અને તેમની એક એવી કંડિશન છે કે તેઓ જ્યારે પણ ખુબ દર્દ મહેસૂસ કરે છે ત્યારે તેઓ બેહોશ થઈ જાય છે. આ બાજુ નર્સ મેનેજરે કહ્યું કે મને અચાનક મહેસૂસ થયું કે હું એકવાર ફરીથી એ સ્થિતિમાં છું કે જ્યારે પણ મારી હાલાત ખરાબ થાય છે. જો કે હવે હું બિલકુલ ઠીક મહેસૂસ કરી રહી છું અને મારા હાથનું દર્દ પણ જતું રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news