નવી દિલ્હીઃ તાનાશાહ કિમ જોંગ ઉન (Kim Jong Un)ને લઈને નોર્થ કોરિયા  (North Korea)એ સસ્પેન્સ ખતમ કરી દીધું છે. 20 દિવસ બાદ જ્યારે દુનિયાની સામે આવી ગયો છે તો તેની પાસે તબાહીનો નવો ફોર્મૂલા છે. તાનાશાહ કિમ જોંગે પોતાના અજ્ઞાતવાસમાં ઘણા જોશને માથા પર ચઢાવ્યા છે. તેણે સૌથી મોટી મુશ્કેલીતો પોતાના કટ્ટર દુશ્મન સાઉથ કોરિયા માટે ઉભી કરી દીધી છે. તાનાશાહની વાપસીની સાથે કોરિયન બોર્ડર પર તણાવ વધી ગયો છે, જે મોટા સંકટનો સંકેત આપી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વમાં તે આતુરતા હતી કે નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન જીવે છે કે મરી ગયા છે. વિશ્વના રહસ્યમયી દેશ ઉત્તર કોરિયાની અંદર તે જાણકારી મેળવવાનું પ્રયાદ કરી રહ્યું હતું કે આખરે કિમ જોંગ ઉનને શું થયું છે. 20 દિવસ ગાયબ રહ્યાં બાદ ઉત્તર કોરિયાની એક ફેક્ટરીના ઉદ્ઘાટનનો વીડિયો સામે આવ્યો અને દાવો કરવામાં આવ્યો કે, કિંમ જોંગ ઉન સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. 


કોરિયા સરહદ પર એક્શન શરૂ
બીજીતરફ તાનાશાહનું સસ્પેન્સ ખતમ થયું તો કોરિયામાં એક્શન શરૂ થઈ ગઈ છે. કિમ જોંગ ઉનના 20 દિવસ ગાયબ રહ્યા બાદ પરત ફરવાની સાથે નોર્થ અને સાઉથ કોરિયા વચ્ચે માહોલ બગડવા લાગ્યો છે. જોંગની વાપસીની સાથે નોર્થ કોરિયા તરફથી આક્રમકતા દેખાડવામાં આવી રહી છે. 


ફર્ટિલાઇઝર ફેક્ટ્રીના ઉદ્ઘાટનનું રાઝ
કિમ જોંગ ઉને જે ફર્ટિલાઇઝર ફેક્ટ્રીનું ઉદ્ધાટન કર્યું તેની લિંક નોર્થ કોરિયાની એટમી ષડયંત્ર સાથે જોડાયેલી રહી છે. પરંતુ સૌથી વધુ તણાવ વધારનારી વાત છે કે કિમ જોંગની વાપસી બાદ ઘણા વર્ષથી શાંત ચાલી રહેલી નોર્થ અને સાઉથ કોરિયાની સરહદો પર તણાવ શરૂ થઈ ગયો છે. 


કોરિયન દેશો વચ્ચે ફાયરિંગ
તાનાસાહ કિમ જાહેરમાં દેખાતાની સાથે નોર્થ અને સાઉથ કોરિયા વચ્ચે સરહદ પર ફાયરિંગના સમાચાર આવી રહ્યાં છે. સાઉથ કોરિયાએ આરોપ લગાવ્યો છે કકે નોર્થ કોરિયાના સૈનિકોએ ગાર્ડ પોસ્ટ પર ફાયરિંગ કર્યું છે. આરોપ છે કે પ્યોંગયાંગના સૈનિકોએ દક્ષિણ કોરિયાની ગાર્ડ પોસ્ટ પર ઘણા રાઉન્ડ ગોળીઓ ચલાવી છે. નોર્થ કોરિયાના ફાયરિંગનો સાઉથ કોરિયા તરફથી જવાબ આપવામાં આવ્યો છે. જવાબી કાર્યવાહીમાં સાઉથ કોરિયાએ નોર્થ કોરિયા પર બે રાઉન્ડ ગોળીઓ ચલાવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર