ઝી બ્યૂરો, અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપતિ દેશના સૌથી શક્તિશાળી વ્યક્તિ હોય છે. સામાન્ય સરકારી કર્મચારીની જેમ ફેડરલ કાયદા પ્રમાણે આ પદની પણ પોતાની મર્યાદાઓ અને સીમાઓ નક્કી છે. અમેરિકાના રાષ્ટ્રપતિની સેલરીથી લઈને તેમના અન્ય ખર્ચ પણ કાયદા પ્રમાણે નક્કી છે. 20 જાન્યુઆરીએ શપથ ગ્રહણ પછી જો બાઈડેન અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ બની જશે. ત્યારે આવો જાણીએ કે એક રાષ્ટ્રપતિ તરીકે તેમનો કેટલો પગાર હશે, તેમને કેવા પ્રકારની સુવિધા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

4 લાખ અમેરિકી ડોલર પગાર:
ન્યૂયોર્કની વેબસાઈટ સ્ટાઈલ કાસ્ટરના જણાવ્યા પ્રમાણે અમેરિકાના કાયદા અનુસાર અમેરિકાના રાષ્ટ્રપતિનો વાર્ષિક પગાર ચાર લાખ અમેરિકી ડોલર છે. ભારતીય ચલણ પ્રમાણે તે લગભગ 2 કરોડ 92 લાખ રૂપિયા છે. તે ઉપરાંત રાષ્ટ્રપતિને 50 હજાર વાર્ષિક ડોલરનું એલાઉન્સ પણ મળે છે. આ સિવાય એક લાખ ડોલરનું નોન ટેક્સેબલ ટ્રાવેલ એલાઉન્સ પણ મળે છે. 


અમેરિકાની Biden સરકારમાં 20 Indians નો દબદબો, હવે White House માં ચાલશે આ 13 ભારતીય મહિલાઓનું રાજ


મનોરંજન માટે મળે છે 19 હજાર ડોલર:
અમેરિકી રાષ્ટ્રપતિને આ સિવાય મનોરંજન માટે પણ પૈસા મળે છે. આ રકમ 19 હજાર ડોલર હોય છે. જેને તે પોતાના અને પોતાના પરિવારના મનોરંજન માટે ખર્ચ કરી શકે છે. જ્યારે ફર્સ્ટ લેડી એટલે રાષ્ટ્રપતિની પત્નીને કોઈ પગાર મળતો નથી. 


આખરે કેમ 20 જાન્યુઆરીએ જ શપથ લે છે અમેરિકી રાષ્ટ્રપતિ? શું છે ઈનોગ્રેશન ડે?


5 વખત રાષ્ટ્રપતિનો પગાર વધારવામાં આવ્યો:
વર્ષ 1789માં જ્યોર્જ વોશિંગ્ટન સંયુક્ત રાજ્ય અમેરિકાના પહેલા રાષ્ટ્રપતિ બન્યા. ત્યારથી અત્યાર સુધી પાંચ વખત પગાર વધારો થયો છે. હાલમાં 2001માં પગારમાં 2 લાખથી 4 લાખ ડોલર સુધીનો વધારો કરવામાં આવ્યો. 



હર્બર્ટ હૂવરે પગાર દાનમાં આપી દીધો:
અમેરિકાના રાષ્ટ્રપતિને પગાર ભલે આપવામાં આવતો હોય. પરંતુ આ પદને સ્વીકારનારા બધા રાષ્ટ્રપતિએ પગાર લીધો ન હતો. જેમાં અમેરિકાના 31મા રાષ્ટ્રપતિ હર્બર્ટ હૂવરે 1917માં પોતાનો પગાર લેવાનો ઈનકાર કરનારા પહેલા રાષ્ટ્રપતિ બન્યા હતા. તેમણે આ પગારને દાનમાં આપી દીધો હતો. 



જોન એફ કેનેડીએ પણ પગાર ન લીધો:
તેમના પછી 35મા રાષ્ટ્રપતિ જોન એફ કેનેડીએ પણ 1961માં પગાર લેવાનો ઈનકાર કર્યો હતો. પહેલા કેનેડી કોંગ્રેસના પ્રતિનિધિ સભાના સભ્ય હતા. પછી રાષ્ટ્રપતિ બન્યા. પરંતુ તેમણે બંને પદ પર પગાર લીધો ન હતો. તેમણે માત્ર ખર્ચ તરીકે 50,000 ભથ્થા માટે રાખ્યા. હૂવરની જેમ કેનેડીએ પણ પોતાના રાષ્ટ્રપતિના પગારને વિવિધ ધર્મ સંસ્થાઓમાં દાનમાં આપી દીધો. 


ઓબામા, ટ્રંપ અને બાઈડેન બધા જ કેમ છે મોદીના જબરા ફેન...?  


રાષ્ટ્રપતિ તરીકે મળે છે અત્યાધુનિક સુવિધા:
પગારની સાથે અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે તેમને અન્ય કેટલાંક ભથ્થા મળે છે. આ સિવાય લિમોઝીન, મરીન વન અને એરફોર્સ વનમાં મફત પરિવહન કરવાની સુવિધા છે. તો વ્હાઈટ હાઉસમાં મફત આવાસ કરી શકે છે. રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ ખતમ થયા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ સરકારી ખર્ચ પર રહે છે. જેમાં લગભગ 2 લાખ ડોલરનું વાર્ષિક પેન્શન, સ્વાસ્થ્ય સેવા, સત્તાવાર પ્રવાસની ચૂકવણી અને એક કાર્યાલયનો સમાવેશ થાય છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube