આખરે કેમ 20 જાન્યુઆરીએ જ શપથ લે છે અમેરિકી રાષ્ટ્રપતિ? શું છે ઈનોગ્રેશન ડે?

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી ગમે ત્યારે થાય પરંતુ રાષ્ટ્રપતિનો કાર્યકાળ 20 જાન્યુઆરીએ તેમના પદના શપથની સાથે જ શરૂ થાય છે. જો બાઈડેન આજે એટલે કે 20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ લેશે, જ્યારે કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિના શપથ લેશે. ત્યારે તમારા મનમાં સવાલ થતો હશે કે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી તો ક્યારની પૂરી થઈ ગઈ. ત્યારે રાષ્ટ્રપતિનો કાર્યકાળ 20 જાન્યુઆરીએ જ કેમ શરૂ થાય છે?. ત્યારે તેનો જવાબ એ છે કે આ પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવે છે અને હજુ પણ તે યથાવત છે.

Updated By: Jan 20, 2021, 03:53 PM IST
આખરે કેમ 20 જાન્યુઆરીએ જ શપથ લે છે અમેરિકી રાષ્ટ્રપતિ? શું છે ઈનોગ્રેશન ડે?

વોશિંગ્ટન: અમેરિકામાં ચૂંટણીનું પરિણામ આવ્યું તેને એક મહિના જેટલો સમય થઈ ગયો. પરંતુ જો બાઈડેન આજે એટલે કે 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના શપથ લેશે, જ્યારે કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિના શપથ લેશે. ત્યારે તમારા મનમાં સવાલ થતો હશે કે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી તો ક્યારની પૂરી થઈ ગઈ. ત્યારે રાષ્ટ્રપતિનો કાર્યકાળ 20 જાન્યુઆરીએ જ કેમ શરૂ થાય છે?. ત્યારે તેનો જવાબ એ છે કે આ પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવે છે અને હજુ પણ તે યથાવત છે.

શું હોય છે ઈનોગ્રેશન ડે:
અમેરિકાના રાષ્ટ્રપતિના નવા ચાર વર્ષના કાર્યકાળની શરૂઆત કરવા માટે એક સમારોહનું આયોજન કરવામાં આવે છે. આ સમારોહ દરમિયાન નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ પોતાના પદના શપથ લે છે. તે રાષ્ટ્રપતિની ચૂંટણી પછી 20 જાન્યુઆરીએ જ થાય છે. તેને જ ઈનોગ્રેશન ડે કહેવાય છે. ઈનોગ્રેશન દરેક નવા રાષ્ટ્રપતિ પદ માટે હોય છે. ભલે રાષ્ટ્રપતિ બીજા કાર્યકાળ માટે પદ પર ન હોય.

અમેરિકાની Biden સરકારમાં 20 Indians નો દબદબો, હવે White House માં ચાલશે આ 13 ભારતીય મહિલાઓનું રાજ

20 જાન્યુઆરીએ જ કેમ લેવામાં આવે છે શપથ:
શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે આખરે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના મહિના પછી 20 જાન્યુઆરીએ જ કેમ રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજવામાં આવે છે. તેની પાછળનું કારણ છે અમેરિકાના બંધારણમાં થયેલ 20મું સંશોધન. અંતર્ગત આ તારીખ એટલે 20 જાન્યુઆરીનો ઉલ્લેખ છે. જ્યારે સંવિધાનમાં 20મા સંશોધન પહેલાં 4 માર્ચે શપથ ગ્રહણ સમારોહ યોજાતો હતો.

સુરક્ષા મુદ્દે જેની સલાહ વિના PM મોદી પણ નથી લેતાં કોઈ નિર્ણય, એવાં ભારતના 'જેમ્સ બોન્ડ'નો આજે જન્મદિવસ

જો બાઈડેન 46મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે:
આ વખતે અમેરિકાના લોકોએ ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડેનને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા છે. 20 જાન્યુઆરીએ તેમનો શપથગ્રહણ સમારોહ લોખંડી સુરક્ષાની વચ્ચે યોજાશે. આ શુપથ ગ્રહણ સમારોહમાં લેડી ગાગા રાષ્ટ્રગીતનું ગાન કરશે. તો જેનિફર લોપેઝ પરફોર્મન્સ આપશે. રાજધાની વોશિંગ્ટન ડીસીમાં જો બાઈડેન રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.

ઓબામા, ટ્રંપ અને બાઈડેન બધા જ કેમ છે મોદીના જબરા ફેન...?  

વર્ષો જૂની પરંપરા તૂટશે:
અમેરિકાના હાલના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રંપ વીતેલા દિવસોમાં કહી ચૂક્યા છે કે તે જો બાઈડેનના શપથ ગ્રહણ સમારોહમાં નહીં જાય. ટ્રંપે જાતે ટ્વીટ કરીને જાહેરાત કરતાં કહ્યું હતું કે જે પૂછી રહ્યા છે તેમને હું જણાવી દઉં કે હું 20 જાન્યુઆરીએ શપથ સમારોહમાં નહીં જાઉ. 1869માં અમેરિકાના 17મા રાષ્ટ્રપતિ એન્ડ્રુ જોન્સન પછી ટ્રંપ એવા રાષ્ટ્રપતિ બની જશે જે પોતાના ઉત્તરાધિકારીના શપથગ્રહણ સમારોહમાં નહીં જાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube