Imran Khan એ આખરે સત્યનો કર્યો સ્વીકાર, આ સમસ્યાને પાકિસ્તાન માટે ગણાવી મોટો પડકાર
આર્થિક બદહાલીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને આખરે સત્યનો સ્વીકાર કરી લીધો છે.
ઈસ્લામાબાદ: આર્થિક બદહાલીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને આખરે સત્યનો સ્વીકાર કરી લીધો છે. ઈમરાન ખાને સ્વીકારી લીધુ કે હાલના સમયમાં દેશ સામે પેટ ભરવાનું પણ સંકટ છે. ગુરુવારે એક કાર્યક્રમમાં બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ખાદ્ય સુરક્ષા (Food Security) પાકિસ્તાન માટે સૌથી મોટો પડકાર છે અને લોકોને ખોરાકની કમીથી બચાવવા માટે પગલાં લેવાની જરૂર છે.
પાકિસ્તાનના 40 ટકા બાળકો કુપોષણથી પીડિત
પાકિસ્તાનના અખબાર ડોનના રિપોર્ટ મુજબ પ્રધાનમંત્રી ઈમરાન ખાને દેશમાં બાળકોના ઝડપથી કુપોષિત થવાની વાત પણ સ્વીકારી. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં 40 ટકા બાળકો કુપોષણનો ભોગ બન્યા છે. ઈસ્લામાબાદમાં ખેડૂતોના એક સંમેલનને સંબોધિત કરતા ઈમરાન ખાને કહ્યું કે ખાદ્ય સુરક્ષા રાષ્ટ્રીય સુરક્ષા છે અને આ દિશામાં કામ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે દેશ સામે અનેક નવા પડકારો છે અને સૌથી મોટો પડકાર ખાદ્ય સુરક્ષાનો છે.
European Union ના આ દેશોએ Covishield રસીને આપી મંજૂરી, હવે કરી શકશો યુરોપ પ્રવાસ
પૌષ્ટિક ખોરાક મળતો નથી
ઈમરાન ખાને એ પણ કહ્યું કે ઝડપથી વધતી વસ્તીની જરૂરિયાતને પૂરી કરવા માટે તૈયાર રહેવું જરૂરી છે. પીએમ ઈમરાન ખાને કહ્યું કે પૌષ્ટિક આહાર ન મળવાના કારણે 40 ટકા બાળકોનું કદ વધી શકતું નથી અને ન તો તેમના મગજનો વિકાસ થઈ શકે છે. ખાદ્ય સુરક્ષાને રાષ્ટ્ર સુરક્ષા ગણાવતા તેમણે કહ્યું કે શુદ્ધ દૂધની ઉપલબ્ધતા પણ બાળકોના વિકાસમાં એક મહત્વનો મુદ્દો છે.
China: ચોરી પકડાઈ, CGTN એ આપણા 'તેજસ'ને બતાવ્યું પોતાનું, પોલ ખુલી તો ફટાફટ ડિલીટ કર્યો Video
શું પોતાને સજા આપશે પ્રધાનમંત્રી?
પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ કહ્યું કે જો દેશ આમ જ રહ્યો, જેવો અત્યારે છે તો ખાદ્ય સુરક્ષા રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો બની જશે. જો કોઈ દેશ પોતાના લોકોને સારું ભોજન ન આપી શકે તો તે ક્યારેય આગળ વધી શકતો નથી. તેમણે એટલે સુધી કહ્યું કે જે દેશ પોતાની જનતાને પૂરતો ખોરાક ન આપી શકે તેને સજા આપવી જોઈએ. હવે અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે પાકિસ્તાનના લોકોને પણ ખાવાના સાંસા પડી રહ્યા છે, એટલે કે પેટ ભરવામાં ઈમરાન સરકાર નિષ્ફળ ગઈ છે. તો શું તેઓ પોતાને જ સજા આપશે?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube