પાકે ભારતને બદનામ કરવા માટે કર્યું ટ્વિટ, તેમના પીએમના આ રીતે કર્યા વખાણ
પાર્ટીએ ટ્વિટરથી ઇમરાન ખાન અને નરેન્દ્ર મોદીનો ફોટો શેર કર્યો છે. જેમાં ઇમરાનના પાકિસ્તાનને `નવા પાકિસ્તાન` તરીકે વર્ણવવામાં આવ્યું છે. આ સાથે જ ટ્વિટનું નામ આપ્યું છે- ‘બે દેશ, બે નેતા, બે દિવસ, બે સમાચાર’
નવી દિલ્હી: પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન બાદ હવે તેમના નેતૃત્વવાળી રાજકીય પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ)એ ટ્વિટર દ્વારા પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. પીટીઆઇએ ભારતની સાથે તેમના ‘નવા પાકિસ્તાન’ની સરખામણી કરી છે. પાર્ટીએ ટ્વિટરથી ઇમરાન ખાન અને નરેન્દ્ર મોદીનો ફોટો શેર કર્યો છે. જેમાં ઇમરાનના પાકિસ્તાનને 'નવા પાકિસ્તાન' તરીકે વર્ણવવામાં આવ્યું છે. આ સાથે જ ટ્વિટનું નામ આપ્યું છે- ‘બે દેશ, બે નેતા, બે દિવસ, બે સમાચાર’
વધુમાં વાંચો: ક્રિસમસના દિવસે શહીદ થયેલા ભારતીય મૂળના પોલીસ અધિકારીને ગણાવાયા 'અમેરિકી હીરો'
હકીકતમાં, આ ટ્વિટમાં ઇમરાનની છબી એક ધર્મનિરપેક્ષ નતાના રૂપમાં દેખાડતા સમાચારનું હેડિંગ આપવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે પેશાવરના પંત તીર્થ ધાર્મિક સ્થળને પાકિસ્તાનની રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવામાં આવી છે. બીજી તરફ ભારતના પીએમ મોદીના ફોટા સાથે એક સમાચાર આપવામાં આવ્યા છે. સમાચાર એ છે કે ભારતમાં ગાયની ચોરીના આરોપમાં એક મુસ્લિમ શખ્સની માર મારી હત્ચા કરવામાં આવી છે.
વધુમાં વાંચો: જાપાનમાં એક માછલી કરોડોમાં વેચાઈ, ખરીદવા માટે લોકોની રીતસરની પડાપડી
પીટીઆઇ પાર્ટીએ ટ્વિટમાં લખ્યું છે કે, પ્રધાનમંત્રી ઇમરાન ખાન માનવતા અને લઘુમતીઓને અધિકાર આપવામાં વિશ્વાસ કરે છે. કરતારપુર બોર્ડરને રાષ્ટ્રીય ધરોહર કરવું તેનું પ્રમાણ છે. જ્યારે હિન્દુસ્તાનમાં ધર્મના નામ પર લઘુમતીઓની હત્યા કરવામાં આવે છે. આ તફાવત એ છે કે ઇમરાન ખાન એક મહાન નેતા તરીકે રજૂ કરે છે.
ભારતમાં છે રાફલ પર વિવાદ, પાકિસ્તાન ખરીદી રહ્યું છે JF-17 જેટ
પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી જિન્નાહની જયંતીના સમય પર ખાને આ ટિપ્પણી કરી હતી. તેમમે ટ્વિટ કરી કહ્યું હતું કે, નવા પાકિસ્તાન કાયદો (જિન્નાહ)નું પાકિસ્તાન છે અને સુનિશ્ચત કરશે કે અમારો લઘુમતીઓ સાથે સમાન નાગરીકોના રૂપમાં વર્તન હોય, ના કે તેવું જેવું ભારતમાં થઇ રહ્યું છે.
વધુમાં વાંચો: અમેરિકામાં એવું તે શું થયું કે વર્ષો સુધી કામકાજ ઠપ્પ કરવાની વાત કરી રહ્યા છે ટ્રમ્પ
ઇમરાન ખાને કહ્યું કે જિન્નાહએ પાકિસ્તાનને એક લોકતંત્ર તેમજ દયાળુ રાષ્ટ્રના રૂપમાં કલ્પના કરી હતી. એક અન્ય ટ્વિટમાં ભારત પર નિશાન સાધતા ઇમરાન ખાને કહ્યું કે, મુસ્લિમો માટે એક અલગ રાષ્ટ્ર માટ તેમનો (જિન્નાહ) સંઘર્ષ તે સમયથી શરૂ થયો હતો, જ્યારે તેમને અનુભવ થયો કે મુસ્લિમોની સાથે હિન્દુ બહુમતી દ્વારા સમાન નાગરિકોના રૂપમાં વર્તન કરવામાં આવતું નથી.
વધુમાં વાંચો: અહો આશ્ચર્યમ! કાર અને સાઈકલની ટક્કરમાં કારને થયું નુકસાન, જૂઓ વીડિયો
આ મુદ્દા પર વિવાદ ત્યારે શરૂ થયો હતો, જ્યારે અભિનેતા નસીરુદીન શાહે ગૌ રક્ષાના નામ પર ભારતમાં ટોડા દ્વારા હિંસાની વધારે ઘટનાઓ પર વિચાર વ્યક્ત કર્યો અને દેશમાં વધતી ધાર્મિક અસહિષ્ણુતાને લઅને ભય વ્યક્ત હતો. ત્યાર બાદ પાકિસ્તાન નેતાએ ભારત સરકાર પર પ્રહાર કર્યો અને કહ્યું કે, તેઓ તેમને દેખાડશે કે લઘુમતીઓ સાથે કેવું વર્તન કરવું જોઇએ.