ઇસ્લામાબાદ: રવિવારનો દિવસ ઇમરાન ખાન માટે મહત્વપૂર્ણ છે કેમ કે પાકિસ્તાનની સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ થવાનું છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે ઇમરાન ખાનની સરકાર તૂટશે અને તેમણે પીએમ પદ પરથી હટવું પડશે. પરંતુ આ વચ્ચે શનિવારના પાકિસ્તાનના આંતરિક મંત્રી શેખ રશિદે ઇમરાન ખાનને ખુશ કરવાની વાત કહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'વોટિંગમાં હાર્યા બાદ પણ રહેશે પીએમ'
શેખ રાશિદે કહ્યું કે, ભલે પ્રધાનમંત્રી ઇમરાન ખાન 3 એપ્રિલના અવિશ્વાસ પ્રસ્તાવ હારી જશે, પંરતુ તેઓ હાલ પીએમ બન્યા રહેશે. રાશિદ ખાને કહ્યું કે જ્યાં સુધી કોઈ નવા નેતા શપથ લેતા નથી ત્યાં સુધી તેઓ પદ પર બન્યા રહશે.


શ્રીલંકામાં કટોકટીની જાહેરાત બાદ આજથી 36 કલાક સુધી દેશમાં લોકડાઉનનું એલાન


સંવિધાનનો આપ્યો અહેવાલ
પાકિસ્તાન બંધારણની કલમો 94 નો ઉલ્લેખ કરતા રાશિદ ખાને કહ્યું કે વિશ્વાસ મત હાર્યા બાદ પણ ઇમરાન ખાન હાલ PM બન્યા રહશે. ક્યાં સુધી? તેના પર કાયદો સ્પષ્ટ નથી. મંત્રીએ કહ્યું, જે લોકોએ ષડયંત્ર રચ્યું છે, તેમની વિરૂધ દેશદ્રોહનો કેસ કરવામાં આવે. તેમણે કહ્યું કે, હવે પાકિસ્તાન સામે બે વિકલ્પ છે. એક જલ્દી ચૂંટણી અને બીજો પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના તમામ સાંસદો તેમની સીટો પરથી રાજીનામું આપે.


શું રશિયા કરશે રાસાયણિક હુમલો? અમેરિકાએ ઉઠાવ્યું મોટું પગલું, યુક્રેનને કરી આ મદદ


સરકાર તોડવાનું ષડયંત્ર?
મંત્રીએ કહ્યું- જો તમામ પીટીઆઇ સભ્યો રાજીનામું આપે છે તો હું જોવા ઇચ્છીશ કે તેઓ દેશ પર શાસન કેવી રીતે કરે છે. પાકિસ્તાની સમાચાર પત્ર ડોનના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સંસદના સભ્યો પાકિસ્તાનની રાજનીતિ અને અખંડતા વિરૂધ કામ કરતા વિદેશી શત્રુતાપૂર્ણ દેશોની ઉશ્કેરણી પર કામ કરતા હતા અને ષડયંત્ર રચ્યું. ઇમરાને વિદેશી ષડયંત્રમાં અમેરિકાને નિશાન લીધું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube