Russia Ukraine war: શું રશિયા કરશે રાસાયણિક હુમલો? અમેરિકાએ ઉઠાવ્યું મોટું પગલું, યુક્રેનને કરી આ મદદ
Russia Ukraine war: યુક્રેન પર રશિયા તરફથી રાસાયણિક હુમલાની આશંકા પહેલા અમેરિકા યુક્રેનના લોકોની મદદમાં લાગ્યું છે. વ્હાઈટ હાઉસ તરફથી કહેવામાં આવ્યું છે કે અમેરિકા યુક્રેનમાં જીવન રક્ષક ઉપકરણ મોકલી રહ્યું છે જેથી જો રશિયા તરફથી રાસાયણિક હુમલો કરવામાં આવે તો યુક્રેનિયન્સની મદદ થઈ શકે, તેમની સુરક્ષા થઈ શકે.
Trending Photos
નવી દિલ્હી: વ્હાઈટ હાઉસે શુક્રવારે કહ્યું કે અમેરિકા યુક્રેનને જીવન રક્ષક ઉપકરણ મોકલી રહ્યું છે. જો રશિયા યુક્રેન વિરૂદ્ધ તેમના હુમલામાં રાસાયણિક અથવા જૈવિક હથિયારોનો ઉપયોગ કરે છે તો એવામાં આ જીવન રક્ષક ઉપકરણ યુક્રેનિયન્સની મદદ કરશે, તેમની સુરક્ષા થઈ શકશે.
એક સવાલનો જવાબ આપતા કે શું અમેરિકા યુક્રેનને સુરક્ષાત્મક ઉપકરણની આપૂર્તિ કરી રહ્યું છે, વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ કહ્યું કે, સંયુક્ત રાજ્ય અમેરિકા અને આંતરરાષ્ટ્રીય સમુદાયના સભ્યોને રશિયા દ્વારા યુક્રેનમાં રાસાયણિક અથવા જૈવિક હથિયારોનો ઉપયોગ કરવાની ક્ષમતા વિશે વારંવાર ચેતવણી આપી છે.
રાસાયણિક હુમલાની આશંકાને લઇ નાટો પ્રમુખે પણ વ્યક્ત કરી ચિંતા
જેન સાકીએ પુષ્ટી કરી કે રશિયા દ્વારા રાસાયણિક હથિયારોના ઉપયોગની સ્થિતિમાં અમેરિકા યુક્રેનને જીવન રક્ષક ઉપકરણ મોકલી રહ્યું છે. આ પહેલા નાટો પ્રમુખે જેન્સ સ્ટોલ્ટેનબર્ગે ચિંતા વ્યક્ત કરી હતી કે રશિયા યુક્રેન પર રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરી શકે છે. સ્ટોલટેનબર્ગે કહ્યું કે તેને લઇને અમે પણ ચિંતિત છીએ.
તમને જણાવી દઈએ કે આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું હતું કે, જો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન વિરૂદ્ધ તેમના યુદ્ધમાં રાસાયણિક હથિયારનો ઉપયોગ કર્યો તો નાટો તેનો મુહતોડ જવાબ આપશે. માર્ચમાં બ્રેસલ્સમાં નાટો શિખર સંમેલન બાદ જો બિડેને કહ્યું હતું કે, જો રશિયા રાસાયણિક હથિયારનો ઉપયોગ કરે છે તો અમે જવાબ આપશું.
અમેરિકાએ યુક્રેનની રક્ષા ક્ષમતાઓને મજબૂત કરવા માટે શુક્રવારના સુરક્ષા સહાયતા તરીકે 30 કરોડ ડોલર મંજૂર કર્યા છે. ફેબ્રુઆરીના અંતમાં રશિયાના આક્રમણ બાદથી વોશિંગટન તરફથી સતત યુક્રેનને આર્થિક મદદ કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે