હ્યૂસ્ટનઃ કલ્પના ચાવલા બાદ ભારતીય મૂળની વધુ એક પુત્રી અંતરિક્ષની સફર પર રવાના થવાની છે. 34 વર્ષીય સિરિષા બાંડાલા અંતરિક્ષમાં જનાર ભારતીય મૂળની ત્રીજી મહિલા હશે. એરોનાટકલ એન્જિનિયર વર્જિન ગેલેક્ટિક ટેસ્ટ ફ્લાઇટથી રવાના થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લામાં જન્મેલી અને અમેરિકાના હ્યૂસ્ટન, ટેક્સાસમાં અભ્યાસ કરી ચુકેલા બાંડલા કંપનીના અબજોપતિ સંસ્થાપક રિચર્ડ બ્રાનસન અને પાંચ અન્યની સાથે વર્જિન ગેલેક્ટિક સ્પેસશિપથી ન્યૂ મેક્સિકોથી રવાના થશે. 


બાંડાલાએ ટ્વીટ કર્યું- હું શાનદાર ક્રૂ #Unity22 નો ભાગ હોવા અને એક એસી કંપનીમાં હોવા પર ખુબ સન્માનિત અનુભવી રહી છું જેનું મિશન અંતરિક્ષ બધા માટે ઉપલબ્ધ કરાવવાનું છે. વર્જિન ગેલેક્ટિક પર જણાવવામાં આવેલી પ્રોફાઇલ પ્રમાણે બાંડાલા અંતરિક્ષ યાત્રી નંબર 004 હશે અને ફ્લાઇટમાં તેની ભૂમિકા રિસર્ચર એક્સપીરિયન્સની હશે. કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ્સ બાદ સ્પેસમાં જનારી ભારતીય મૂળની ત્રીજી મહિલા હશે. 


આ પણ વાંચોઃ મિયા ખલીફાની લેટેસ્ટ તસવીરો અને Video જોઈને ફેન્સ પાણીપાણી થઈ ગયા, તમે પણ જુઓ


6 જુલાઈએ વર્જિન ગેલેક્ટિકના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં બાંડાલાએ કહ્યું- જ્યારે પ્રથમવાર મેં સાંભળ્યું કે મને આ તક મળી છે, હું નિઃશબ્દ રહી ગઈ. અલગ-અલગ પૃષ્ટભૂમિ, ભૌગોલિક અને અલગ સમુદાયના લોકોની સાથે અંતરિક્ષમાં હોવું ખરેખર શાનદાર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube