ઝી બ્યુરો/ મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયામાં 2021માં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી. હવે તે ભયાનક ઘટના અંગે અનેક નવા ખુલાસા થયા છે. નવા ખુલાસો અનુસાર એક પ્રેમીએ બદલો લેવા માટે 21 વર્ષની ભારતીય નર્સિંગ સ્ટુડન્ટનું અપહરણ કરીને તેને જીવતી દાટી દીધી હતી. દફન કરતા પહેલા આરોપીઓએ મૃતકને અનેક ઘા પણ કર્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં સરકારી ભરતી મામલે મોટા સમાચાર, 30 હજાર સરકારી શિક્ષકોની પડશે જાહેરાત


પીછો કર્યો અને અપહરણ કર્યું
વિદ્યાર્થી જસ્મિન કૌરનો આરોપી 23 વર્ષીય તારિકજોત સિંહે 2021 માં ઉત્તર પ્લિમ્પટનમાં તેના કાર્યસ્થળથી પીછો કર્યો અને તેનું અપહરણ ફ્લિંડર્સ રેન્જમાં કર્યું, જ્યાં તેણીની હત્યા કરવામાં આવી અને તેને છીછરી કબરમાં દફનાવી દેવામાં આવી હતી. બુધવારે સાઉથ ઓસ્ટ્રેલિયન સુપ્રીમ કોર્ટમાં સજા સંભળાવતા ફરિયાદી કાર્મેન માટેઓ એસસીએ જણાવ્યું હતું કે, સિંઘે 5 માર્ચ 2021 ના ​​રોજ તેના કાર્યસ્થળ પરથી તેનું અપહરણ કર્યા પછી લગભગ 650 કિમી દૂર લઈ ગયો અને દક્ષિણ ઓસ્ટ્રેલિયા રાજ્યની દૂરસ્થ ફ્લિંડર્સ રેન્જમાં તેને જીવતી દાટી દીધી હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન આ વાત સામે આવી છે.



જાડેજા મેદાનમાં તો રિવાબા જામનગરની પીચ પર ફટકારી રહ્યાં છે ચોગ્ગા- છગ્ગા, છોટાકાશીની


પહેલા ગળું કાપ્યું
આરોપીએ કૌરની ગરદન પર અનેક ચીરા પણ કર્યા હતા ત્યારબાદ તેને કબરમાં દફનાવી દેવામાં આવી હતી. 6 માર્ચના રોજ કૌરનું અવસાન થયું હતું. આરોપી તરિજોતને બાદમાં હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો પરંતુ બુધવારે સુપ્રીમ કોર્ટમાં તેની સજા દરમિયાન ભયાનક વિગતો બહાર આવી હતી.


સ્ટંટબાજો ભૂલ્યા કાયદાનું ભાન, ટ્રાફિકથી વ્યસ્ત રહેતા SG હાઇવે પર યુવકે કર્યા સ્ટન્ટ


આરોપીએ શરૂઆતમાં હત્યાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે કૌરે આત્મહત્યા કરી હતી અને લાશને દાટી દીધી હતી પરંતુ આ વર્ષની શરૂઆતમાં ટ્રાયલ પહેલાં કબૂલાત કરી હતી. આરોપી અધિકારીઓને તેના દફન સ્થળ પર લઈ ગયો જ્યાં તેમને કૌરના જૂતા, ચશ્મા અને કામના નામનો બેજ સાથે ડસ્ટબિનમાં લૂપ કરેલી કેબલ ટાઈ મળી હતી.


સાવધાન! અ'વાદમાં નાની દુકાનો થઈ રહી છે ટાર્ગેટ! આરોપીઓ ચોરી કરી મચાવી રહ્યા છે આતંક


આરોપી કરવા માંગતો હતો લગ્ન 
પીડિતાની માતાના જણાવ્યા અનુસાર, તારિકજોત જેણે આ વર્ષે ફેબ્રુઆરીમાં હત્યાની કબૂલાત કરી હતી, તે જાસ્મિનનો દીવાનો હતો અને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો.



આ આગાહીથી વધી જશે ધબકારા! આ ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ! સમગ્ર ગુજરાતમાં 5 દિવસ 'ભારે'


કોર્ટને કહેવામાં આવ્યું હતું કે તારિકજોત દ્વારા અપહરણ કર્યા બાદ નર્સિંગની વિદ્યાર્થીને અસામાન્ય ક્રૂરતાનો સામનો કરવો પડ્યો હતો. યુવતીને ટેપ અને વાયરથી બાંધવામાં આવી હતી અને આંખે પાટા બાંધીને અને સભાન અવસ્થામાં જીવતી દફનાવવામાં આવી હતી. જાસ્મિનને તેની ગરદન પર સુપરફિસિયલ ઘા હતા, પરંતુ તે તેના મૃત્યુનું કારણ નહોતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે જાસ્મિનનું મૃત્યુ 6 માર્ચ 2021ના રોજ થયું હતું.


પીડિતા અને અસીમનો અશ્લિલ VIDEO વાયરલ; જાણો નવસારીમાં પત્ની વો 


ફરિયાદીએ કોર્ટને જણાવ્યું હતું કે, તે એક હત્યા હતી, જે વેરની ભાવના અથવા બદલાની ભાવનાથી કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજમાં ખુલાસો થયો છે કે હત્યાના થોડા કલાકો પહેલા તારિકજોતે એક હાર્ડવેરની દુકાનમાંથી ગ્લોવ્ઝ, વાયર અને એક કોદાળી ખરીદી હતી. તેણે હત્યાની યોજના બનાવી કારણ કે તે પોતાના સંબંધોમાં તિરાડ સહન કરી શકે તેમ નહોતો.


ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે મેગા સીટીઓની બદલી દીધી 'શકલ', દોઢ વર્ષમાં 8000 કરોડની લ્હા