સાવધાન! અમદાવાદમાં નાની દુકાનો થઈ રહી છે ટાર્ગેટ! આરોપીઓ ચોરી કરી મચાવી રહ્યા છે આતંક
આરોપી વિજય અમદાવાદના મેમનગર પાસે આવેલ ગોપાલ નગરમાં રહે છે. જ્યારે આરોપી રાજકુમાર ઉર્ફે લાલો મૂળ રાજસ્થાન નો રહેવાસી છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદના બોપલ વિસ્તારમાં રહે છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: શહેરના પોષ વિસ્તારમાં નાની નાની દુકાનોમાં ચોરી કરી તરખાટ મચાવનાર બે આરોપીઓની ઝોન 1 એલસીબીએ ધરપકડ કરી છે. વસ્ત્રાપુર નારણપુરા અને સોલા વિસ્તારમાં નાની દુકાનોને ટાર્ગેટ કરી ચોરી કરનાર કોણ છે.
પોલીસ કસ્ટડીમાં ઉભેલા બંને આરોપીઓના નામ વિજય ઠાકોર અને રાજકુમાર ઉર્ફે લાલો આહારી છે. આરોપી વિજય અમદાવાદના મેમનગર પાસે આવેલ ગોપાલ નગરમાં રહે છે. જ્યારે આરોપી રાજકુમાર ઉર્ફે લાલો મૂળ રાજસ્થાન નો રહેવાસી છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદના બોપલ વિસ્તારમાં રહે છે. દુકાનોમાં ચોરી કરવાના ગુનામાં આ બંને આરોપી ઓની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ એ એક મહિનામાં વસ્ત્રાપુર નારણપુરા અને સોલા વિસ્તારમાં બાર દુકાન ના શટર તોડી ને ચોરીને અંજામ આપી નાસ્તા ફરતા હતા. જોકે આરોપીઓનો આ કીમિયો લાંબો સમય ન ચાલ્યો અને અંતે પોલીસની ઝપટમાં આવી ગયા.
આરોપીઓના ગુનાની મોર્ડસ ઓપરેન્ટી નજર કરીએ તો ચોરી કરવા માટે એવી દુકાનો ટાર્ગેટ કરતા હતા કે જ્યાં સીસીટીવી લાગેલા ન હોય. જેથી કરીને આરોપીઓ સરળતાથી ચોરીને અંજામ આપીને ફરાર થઈ જતા હતા પરંતુ પોલીસે હ્યુમન ઈન્ટેલિજન્સ ના આધારે આરોપી ઓને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ નશા બંધાણી છે અને નશાના પૈસા ખૂટી જતાં ચોરીને અંજામ આપતા હતા. એટલું જ નહીં આરોપી વિજય ઠાકોર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને એક મહિના પહેલા જ જેલમાંથી બહાર આવ્યો હતો.
હાલ તો પોલીસે આરોપી ઓની ધરપકડ કરી અન્ય કોઈ જગ્યા એ છોડીને અંજામ આપ્યું છે કે કેમ સાથે જ અન્ય કોઈ આરોપીઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પૂછપરછ શરૂ કરી છે. આરોપીઓના રિમાન્ડ બાદ જ આ તમામ સત્ય બહાર આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે