જાકાર્તા: ઈન્ડોનેશિયાના સુલાવેસી દ્વિપમાં શુક્રવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. જેમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈન્ડોનેશિયાની Disaster Reduction Agencyએ જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 રહી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે હોવાનું કહેવાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુનિયાના આ મહાનગરો પર તોળાઈ રહ્યું છે મોટું સંકટ, કમોતે માર્યા જશે કરોડો લોકો? 


સુનામી અંગે કોઈ ચેતવણી નહીં
ભૂંકપનું કેન્દ્ર મજાના શહેરથી 6 કિલોમીટર દૂર ઉત્તર પૂર્વમાં જણાવાઈ રહ્યું છે. કહેવાય છે કે લગભગ 7 સેકન્ડ સુધી આંચકા મહેસૂસ થયા. પરંતુ ભૂકંપ બાદ હજુ સુધી સુનામીની ચેતવણી જારી કરાઈ નથી. આ અગાઉ ગુરુવારે પણ દેશના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા મહેસૂસ થયા હતા. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube