યરૂશલમઃ બ્રિટનમાં કોરોનાની બે-બે સ્ટ્રેન સામે આવ્યા બાદ વિશ્વના તમામ દેશો એલર્ટ થઈ ગયા છે. ઇઝરાયલે કોરોના સંક્રમણ નિવારણ માટે ત્રીજીવાર દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી છે. તો ચીને બ્રિટનથી આવનારી તમામ ઉડાનોને સસ્પેન્ડ કરવાની વાત કહી છે. આ વચ્ચે રશિયામાં કોરોના સંક્રમણના 29935 નવા કેસ સામે આવ્યા છે, જે અત્યાર સુધી એક દિવસમાં કેસની સર્વાધિક સંખ્યા છે. વૈશ્વિક સ્તર પર સંક્રમિતોનો આંકડો 7 કરોડ 86 લાખને પાર થઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રઝાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ  (Benjamin Netanyahu)એ કહ્યુ કે, દેશવ્યાપી લૉકડાઉનનો આદેશ રવિવારથી લાગૂ થશે અને 14 દિવસ સુધી ચાલશે. જાહેર કરાયેલા આદેશ પ્રમાણે દુકાનો બંધ રહેશે અને લોકોની અવર-જવર મર્યાદિત માત્રામાં રહેશે. જરૂરી વસ્તુઓ મળશે. લોકોના કાર્યસ્થળો પર જવાને છોડીને ઘરથી એક કિલોમીટર દૂર જવા પર પ્રતિબંધ રહેશે. ઇઝરાયલના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ક્રિસમસ દરમિયાન ક્લોઝ ડોરમાં 10 જ્યારે ખુલામાં 100 લોકોને ભેગા થવાની મંજૂરી હશે. 


આ પણ વાંચોઃ કોરોનાના નવા સ્ટ્રેન વચ્ચે વેક્સિન કંપની મોડર્નાએ આપ્યા ખુશીના સમાચાર


ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, બ્રિટનથી આવતી તમામ ઉડાનો પર પ્રતિબંધ રહેશે. મહત્વનું છે કે બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન સામે આવ્યા બાદ ઘણા દેશોએ હવાઈ યાત્રા પર અસ્થાયી પ્રતિબંધ લગાવ્યો છે. ચીને તે નથી જણાવ્યું કે, ઉડાનો ફરી ક્યારે શરૂ કરવામાં આવશે. લંડનમાં ચીની વીઝા એપ્લીકેશન સર્વિસ સેન્ટરે કહ્યું કે, તે આગામી સૂચના સુધી પોતાની સેવા સસ્પેન્ડ કરી રહ્યું છે. ચીને નવેમ્બરમાં બ્રિટનથી બિન ચીની પાસપોર્ટ ધારકોની યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. 


તો રશિયામાં છેલ્લા 24 કલાકમાં 29935 કેસ સામે આવ્યા છે, જે એક રેકોર્ડ છે. રશિયાએ કોવિડ વેક્સિન સ્પુતનિક-5ને મંજૂરી આપી દીધી છે. એટલું જ નહીં રશિયાએ આ મહિનાની શરૂઆતમાં રસીકરણની કામગીરી પણ શરૂ કરી દીધી છે. છતાં ત્યાં નવા કેસ રોકાયા નથી. રશિયામાં અત્યાર સુધી 29 લાખથી વધુ કેસ સામે આવી ચુક્યા છે. રશિયામાં કોરોનાથી અત્યાર સુધી 53 હજારથી વધુ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રશિયામાં બીજીવાર રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લગાવવાનો વિરોધ થઈ રહ્યો છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube