કોરોનાના નવા સ્ટ્રેન વિરુદ્ધ અમારી વેક્સિન સંપૂર્ણ રીતે અસરકારક, મોડર્નાનો દાવો


બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેનને લઈને વિશ્વભરમાં ડરનો માહોલ છે અને લોકોના મનમાં અનેક સવાલ ઉઠી રહ્યાં છે. અમેરિકી કંપની મોડર્નાએ કહ્યું કે, બ્રિટનમાં સામે આવેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેન વિરુદ્ધ તેની વેક્સિન સંપૂર્ણ રીતે પ્રભાવી છે. 

 કોરોનાના નવા સ્ટ્રેન વિરુદ્ધ અમારી વેક્સિન સંપૂર્ણ રીતે અસરકારક, મોડર્નાનો દાવો

નવી દિલ્હીઃ કોરોના વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે. બ્રિટનમાં જોવા મળેલા નવા સ્ટ્રેન બાદ વિશ્વભરમાં ડરનો માહોલ છે. આ નવા સ્ટ્રેનને લઈને લોકોની ચિંતામાં વધારો થયો છે. તો લોકોના મનમાં અનેક સવાલો પણ થઈ રહ્યાં છે. આ વચ્ચે વેક્સિન બનાવનારી અમેરિકી કંપની મોડર્નાએ કહ્યું કે, બ્રિટનમાં સામે આવેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેન વિરુદ્ધ તેની વેક્સિન સંપૂર્ણ રીતે પ્રભાવી હશે. 

હકીકતમાં મોડર્ના સહિત દવા કંપનીઓએ કોરોનાની વેક્સિન બનાવી છે જેને અમેરિકામાં લોકોને આપવામાં આવી રહી છે. આ વચ્ચે બ્રિટનમાં વાયરસના નવા સ્ટ્રેનથી લોકોના ડરમાં વધારો થયો છે. લોકોના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે આ કેટલો ખતરનાક છે. જે વેક્સિન આવી છે તે તેની વિરુદ્ધ અસરકારક છે કે નહીં?

પોતાના એક નિવેદનમાં મોડર્ના કંપનીએ કહ્યું કે, તે કોઈપણ સ્ટ્રેન વિરુદ્ધ પોતાની વેક્સિનની અસરની પુષ્ટિ કરવા માટે ટેસ્ટિંગ કરવાની યોજના બનાવી રહી છે. કંપનીએ કહ્યું કે, તેને આશા છે કે તેની વેક્સિન જેને હાલમાં અમેરિકામાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે તે બ્રિટનમાં સામે આવેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેન વિરુદ્ધ પણ પ્રોટેક્ટિવ હશે. 

અમેરિકા બેસ્ડ આ કંપનીએ કહ્યું કે, તે પોતાની આશાની પુષ્ટિ કરવા માટે આવનારા સપ્તાહોમાં વેક્સિનની એડિશનલ ટેસ્ટિંગ કરશે. મોર્ડનાનું આ નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે બ્રિટિશ સરકાર કોરોના વાયરસના નવા સ્ટ્રેનને કારણે આકરા પ્રતિબંધ લાગૂ કરવાની યોજના બનાવી રહી છે. ફાઇઝરની જેમ મોર્ડનાની વેક્સિન પણ ખુબ ઓછા તાપમાન પર સ્ટોર રાખવી પડે છે. આ વેક્સિન 94 ટકા અસરકારક સાબિત થઈ છે. 

તો કોરોના વાયરસ વિરુદ્ધ જે સમયે દુનિયા વેક્સિન બનાવવામાં લાગી છે, ત્યારે યૂકેમાં સામે આવેલા કોરોનાના નવા સ્ટ્રેને વિશ્વની ચિંતા વધારી દીધી છે. પરંતુ નિષ્ણાંતોનું કહેવું છે કે કોરોના વેક્સિન નવા સ્ટ્રેન પર કામ કરી શકશે અને તેનાથી ડરવાની જરૂર નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news