નવી દિલ્હીઃ નવા કોરોના વાયરસને લઈને બ્રિટનમાં હાહાકાર મચી ગયો છે. ભારત સહિત ઘણા દેશોએ બ્રિટનની સાથે હવાઈ સેવાઓ સ્થગિત કરી દીધી છે. પરંતુ અત્યાર સુધી નવો કોરોના વાયરસ ઓછામાં ઓછા પાંચ દેશોમાં ફેલાયો છે. તો ઘણા દેશોએ આશંકા વ્યક્ત કરી છે કે તેને ત્યાં પહેલાથી કોરોના વાયરસનો નવો સ્ટ્રેન હોઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેલી મેલના રિપોર્ટ પ્રમાણે, બ્રિટનની સાથે-સાથે ડેનમાર્ક, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઇટાલીમાં નવા કોરોના વાયરસની પુષ્ટિ થઈ ચુકી છે. બ્રિટનથી એક યાત્રી રોમ પહોંચ્યો, જેના કારણે ઇટાલીમાં નવો કોરોના વાયરસ સામે આવ્યો છે. ફ્રાન્સમાં પણ નવા વાયરસને લઈને ચેતવણી આપવામાં આવી છે. 


ફ્રાન્સે બ્રિટનની સાથે અવર-જવર પર પ્રતિબંધ લગાવતા કહ્યું કે, સંભવતઃ તેને ત્યાં પણ નવો કોરોના વાયરસ પહોંચી ચુક્યો છે. હકીકતમાં મ્યૂટેશનને કારણે તૈયાર થયેલા નવા કોરોના વાયરસને વધુ સંક્રામક જણાવવામાં આવી રહ્યો છે અને બ્રિટનમાં વધતા કેસની પાછળ તેને જવાબદાર સમજવામાં આવી રહ્યો છે. 


આ પણ વાંચોઃ Coronaનું નવુ સ્વરૂપ પહેલાની તુલનાએ 70% વધુ શક્તિશાળી, જાણો કેમ


નિષ્ણાંતોનું કહેવું છે કે નવો કોરોના વાયરસ 70 ટકા સુધી વધુ સંક્રામક છે. નવેમ્બર મહિનામાં ડેનમાર્કમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના 9 કેસ મળ્યા હતા અને એક કેસ ઓસ્ટ્રેલિયામાં સામે આવ્યો હતો. નેધરલેન્ડે કહ્યું કે, તેને ત્યાં આ મહિના કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળ્યો છે. બેલ્જિયમના મામલાની સત્તાવાર રીતે પુષ્ટિ થઈ નથી. 


અત્યાર સુધીની જાણકારી પ્રમાણે બ્રિટનના લંડનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન ઝડપથી ફેલાય રહ્યો છે. લંડન અને સાઉથ ઇસ્ટ ઓફ ઈંગ્લેન્ડના 60 ટકા કેસ નવા સ્ટ્રેનના ગણાવવામાં આવી રહ્યાં છે. તેના કારણે બ્રિટને આકરા પ્રતિબંધ લગાવી દીધા છે. 


આ પણ વાંચોઃ કોરોનાનું વધારે ઘાતક સ્વરૂપ Mutant Corona, UK થી આવતી તમામ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ


ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, તે સંપૂર્ણ રીતે સંભવ છે કે કોરોના વાયરસનો નવો સ્ટ્રેન પહેલાથી ફ્રાન્સમાં ફેલાઇ ચુક્યો હોય. ભલે ટેસ્ટમાં તેની પુષ્ટિ ન થઈ શકી. ઉત્તરી આયરલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટરે કહ્યુ કે, સંભવતઃ તેને ત્યાં પણ નવો સ્ટ્રેન પહોંચી ચુક્યો છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube