કોરોનાનું વધારે ઘાતક સ્વરૂપ Mutant Corona, UK થી આવતી તમામ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ

કોરોના વાયરસના કહેરમાંથી દેશ ધીરે ધીરે પાટે ચડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ધીરે ધીરે વેક્સિન પણ આવી રહી છે અને જન જીવન પણ ધીરે ધીરે થાળી પડી રહ્યું છે. ત્યાં UK થી ખરાબ સમાચાર આવ્યા છે. હાલનાં કોરોના વાયરસ કરતા પણ વધારે ખતરનાક તેવો કોરોના વાયરસનો એક નવો જ પ્રકાર UK માં સામે આવ્યો છે. જેના કારણે યુકે અનેક દેશો દ્વારા પ્રતિબંધ લગાવી દેવાયો છે. યુકેથી આવતી ફ્લાઇટ પર ભારત સરકાર દ્વારા પણ પ્રતિબંધ મુકાયો છે. 
કોરોનાનું વધારે ઘાતક સ્વરૂપ Mutant Corona, UK થી આવતી તમામ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ

અમદાવાદ : કોરોના વાયરસના કહેરમાંથી દેશ ધીરે ધીરે પાટે ચડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ધીરે ધીરે વેક્સિન પણ આવી રહી છે અને જન જીવન પણ ધીરે ધીરે થાળી પડી રહ્યું છે. ત્યાં UK થી ખરાબ સમાચાર આવ્યા છે. હાલનાં કોરોના વાયરસ કરતા પણ વધારે ખતરનાક તેવો કોરોના વાયરસનો એક નવો જ પ્રકાર UK માં સામે આવ્યો છે. જેના કારણે યુકે અનેક દેશો દ્વારા પ્રતિબંધ લગાવી દેવાયો છે. યુકેથી આવતી ફ્લાઇટ પર ભારત સરકાર દ્વારા પણ પ્રતિબંધ મુકાયો છે. 

આજ રાત્રે 12 વાગ્યાથી યુકેથી આવતી કોઇ પણ ફ્લાઇટ ભારતમાં ઉતરી શકશે નહી. યુકેથી આવતી તમામ ફ્લાઇટ ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર ભારતમાં પ્રતિબંધિત હશે. આ પ્રતિબંધ 31 ડિસેમ્બર સુધી યથાવત્ત રહેશે. જરૂર પડ્યે આગળ પણ વધારવામાં આવી શકે છે. જો કે યુ કે ખાતે કોરોના વાઇરસ મ્યુટેશન થતાં અમદાવાદ આરોગ્ય તંત્ર પણ સજ્જ થઇ ચુક્યું છે. ફ્લાઇટ પર પ્રતિબંધ લાગતા પહેલા આવેલા તમામ દર્દીઓનું મેડિકલ ચેકઅપ થશે. આજ સુધીમાં જો કોઇ ફ્લાઇટ આવશે તો તે દર્દીઓનું પણ મેડિકલ ચેકિંગ કરવામાં આવશે. 

લંડન થી આવતી તમામ ફ્લાઇટના પેસેન્જર નું થશે મેડીકલ ચેકઅપ અને તમામ પેસેન્જરનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. જ્યાં સુધી ટેસ્ટનો રીપોર્ટ ન આવે ત્યાં સુધી પેસેન્જરને તંત્ર દ્વારા નક્કી કરાયેલી જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. જો પેસેન્જર પોઝીટીવ આવશે તેવે કોવિડની ગાઇડલાઇન્સ પ્રમાણે સારવાર કરવામાં આવશે. નેગેટીવ રહેલા મુસાફરોને ધરે જવાની પરવાનગી અપાશે. જો કે તેમ છતા પણ તેણે બે અઠવાડીયા જેટલો સમય તો ક્વોરન્ટાઇન રહેવું જ પડશે. આવતી કાલ લંડનથી એક ફ્લાઇટ અમદાવાદ આવવાની શક્યતા હતી. જો કે હવે ભારત સરકારના પ્રતિબંધ બાદ શું થાય તે અંગે સ્થિતી અવઢવ ભરી છે. તેમ છતા પણ શક્યતાઓને જોતા ૨૦૦ થી ૨૫૦ પેસેન્જરના ટેસ્ટ માટે તંત્ર એલર્ટ પર છે. એરપોર્ટથી હોટલ અન્ય સ્થળ સુધી લઇ જવા માટે પાંચ બસની કરાવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news