નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ પદની શપથ લીધા બાદ જો બાઈડેન તેમની પત્ની જિલ સાથે વ્હાઈટ હાઉસ પહોંચ્યા હતા. લાંબી રાહ જોયા બાદ, કઠોર પરિશ્રમ અને કડી મહેનતને અંતે વ્હાઈટ હાઉસમાં પોતાનું સ્થાપત્ય જમાવવામાં સફળ બનેલા બાઈડેન જ્યારે સીડીઓ ચઢીને દરવાજા સુધી પહોંચ્યા ત્યારે તેઓએ હાથ મિલાવીને સમર્થકોનો અભાર વ્યક્ત કર્યો. પરંતુ ત્યારબાદ જે કંઈ પણ થયું એ ખરેખર ચોંકાવનારું છે. તેઓ તેમના લક્ષ્યથી બસ થોડા જ દુર હતા પરંતુ ઈચ્છીને પણ તેઓ પોતાની મરજીથી રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશી શક્યા ન હતા.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રપતિ અને ફસ્ટ લેડીનું રાહ જોવાનું કારણ
જેવા જ બાઈડેન (Joe Biden) તેમની પત્ની જિલ બાઈડેન (Jill Biden) સાથે અંદર જવા માટે વળ્યા તો તેમની સામેનો દરવાજો બંધ હતો. તેમનો પરિવાર પણ વ્હાઈટ હાઉસ (White House) ની સીડીઓ પર પહોંચી ચુક્યો હતો. પરંતુ, દરવાજો બંધ હોવાથી ખુલ્યો નહીં. તે દરમિયાન બાઈડેન હેરાન રહી ગયા હતા. દુનિયાના સૌથી તાકાતવર રાષ્ટ્રપતિને રાહ જોવી પડી હતી. કેટલીક ક્ષણો માટે વિચિત્ર પરિસ્થિતિ સર્જાઈ અને બાઈડેન (Joe Biden) અને જિલ બન્ને એક બીજા તરફ જોતા રહી ગયા. 


Russia: નવલની સમર્થકોએ -50 ડિગ્રીમાં police પર વરસાવ્યા બરફના ગોળા, હજારો લોકોની ધરપકડ


આખરે થોડીક ક્ષણો બાદ અંદરથી દરવાજો ખુલ્યો. પરંતુ તેઓને રાહ જોવી પડી તેનું કારણ એ હતું કે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રઅધ્યક્ષ ડોનાલ્ડ ટ્રમ્પે  (Donald Trump) ત્યાંથી નીકળ્યા તેના પાંચ કલાક પહેલા જ વ્હાઈટ હાઉસના ચીફ અશરને હટાવી દીધા હતા. જેથી વ્હાઈટ હાઉસ (White House) ના પૂર્વ અધિકારિયોએ ટ્રમ્પના આ કૃત્યની નીંદા કરી હતી. 


વ્હાઈટ હાઉસમાં ચીફ અશરની ભૂમિકા
વ્હાઈટ હાઉસ  (White House) નું મેનેજમેન્ટ ચીફ અશર પાસે હોય છે. ટિમોથી હાર્લેથ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ(Donald Trump) ના મુખ્ય દ્વારપાળ એટલેકે ચીફ અશર હતા. ટ્રમ્પ (Donald Trump) ના પૂર્વ અંગત કર્મચારીની નિમણૂક મેલાનિયાએ વર્ષ 2017માં કરી હતી. બાઈડેન (Joe Biden) ના શપથ ગ્રહણના દિવસે એટલેકે 20 જાન્યુરીએ થોડીક ક્ષણો પહેલા કહેવામાં આવ્યું કે તમારી તમામ સેવાઓ હવે બંધ કરી દેવામાં આવી છે. ટિમોથીનો પગાર 2 લાખ ડોલર હતો. આ પદ રાજકીય નિમણૂક સાથે સંકળાયેલું નથી, પરંતુ ટ્રમ્પ હોટલના કર્મચારીઓને વ્હાઈટ હાઉસ (White House) લાવીને મિલાનિયા ટ્રમ્પે પક્ષપાત કર્યો હતો. 


બ્રાઝિલના રાષ્ટ્રપતિએ હનુમાનજીની તસવીર કરી શરે, PM મોદીએ કહી આ વાત


મીડિયા હાઉસ અને પૂર્વ સ્ટાફે  કરી ટ્રમ્પની નિંદા
અમેરિકાના કેટલાય મીડિયા હાઉસે આ ઘટનાક્રમની નિંદા કરી છે. આને ટ્રમ્પનો અશોભનીય વ્યવહાર ગણાવ્યો હતો. અહીં પૂર્વ રાષ્ટ્રપતિ જૉર્જ ડબ્લ્યૂ બુશના વ્હાઈટ હાઉસ (White House) ના સેક્રેટરી રહી ચુકેલા લી બેરમૈન કહે છે કે, 'આ પ્રોટોકૉલનો ભંગ છે' ત્યાં જ બીજી તરફ પૂર્વ ચીફ અશરે કહ્યું કે જો રાષ્ટ્રપતિ વહેલા ઉઠવા અને રાત્રે મોડા સુવાની પ્રકૃતિ ધરાવતા હોય તો  ચીફ અશરને પણ લાંબી ડ્યૂટી કરવી પડે છે. પરુંતુ, સત્તાવાર રીતે એ સ્પષ્ટ નથી કે ખરેખર નવા નિમાયેલા રાષ્ટ્રપતિ અને ફસ્ટ લેડીને દરવાજે કેમ રાહ જોવી પડી !!! 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube