ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કાશ્મીરના પુલવામામાં થયેલા એન્કાઉન્ટરમાં સાત નાગરિકો માર્યા ગયા તે મુદ્દે ભારત પર ભડાશ કાઢી છે. તેમણે આ મુદ્દે સયુંક્ત રાષ્ટ્રમાં જવાની પણ ધમકી આપી છે. દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં એક અથડામણની જગ્યા પર ભેગી થયેલી ભીડના હુમલાથી બચવા માટે શનિવારે સુરક્ષાદળોના ફાયરિંગમાં સાત નાગરિકો માર્યા ગયાં હતાં. સેનાના એન્કાઉન્ટરમાં 3 આતંકીઓ પણ ઠાર કરાયા હતાં. સેનાનો એક જવાન પણ શહીદ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈમરાન ખાને આ ઘટનાની ટ્વિટર પર ટીકા કરતા લખ્યું કે આ મુદ્દાનો ઉકેલ ફક્ત વાતચીતથી આવી શકશે, હિંસા કે હત્યાથી નહીં. તેમણે કાશ્મીર મુદ્દો સયુંક્ત રાષ્ટ્રમાં ઉઠાવવાની ચેતવણી આપતા કહ્યું કે પાકિસ્તાન માગણી કરશે કે સયુંક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ જમ્મુ અને કાશ્મીર પર પોતાના જનમત સંગ્રહની પ્રતિબદ્ધતાને પૂરી કરે.


પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે પણ આ ઘટનાની ટીકા કરી છે અને કહ્યું કે જમ્મુ અને કાશ્મીર આંતરરાષ્ટ્રીય સ્તર પર સ્વીકારાયેલો વિવાદ છે જે સયુંક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો પેન્ડિંગ એજન્ડા છે અને આ હકીકતથી ભારતનું અલગ થવું એ ચોંકાવનારી વાત હતી. 



આ અથડામણમાં સુરક્ષાદળોએ હિજબુલ મુજાહિદ્દીનના કમાન્ડર જહૂર ઠોકર સહિત 3 આતંકીઓને ઠાર કર્યા હતાં. સેનાના એન્કાઉન્ટર બાદ વિસ્તારના યુવાઓએ સુરક્ષાદળો પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ દરમિયાન સુરક્ષાદળો તરફથી કરવામાં આવેલા રક્ષણાત્મક ફાયરિંગમાં સાત લોકોના મોત થયા હતાં. 


પોલીસના જણાવ્યા મુજબ ઠોકર અથડામણમાં ફસાયો છે એ માહિતી વિસ્તારમાં જેવી ફેલાઈ કે અથડામણના સ્થળે લોકો ભેગા થવા  લાગ્યાં. ઠોકર આ જ ગામનો  હતો. અધિકારીઓએ જણાવ્યું કે ત્રણ આતંકીઓના માર્યા ગયાની સાથે જ અથડામણ 25 મિનિટમાં જ પૂરી થઈ ગઈ હતી. પરંતુ સુરક્ષાદળોના જવાનો ત્યારે મુસિબતમાં આવી ગયા જ્યારે લોકોએ સેનાના વાહનો પર ચઢવાનું શરૂ કરી દીધુ. 


BREAKING NEWS : શીખ રમખાણ કેસમાં મહત્વનો ચૂકાદો, આ નેતાને થઇ આજીવન કેદ


પોલીસના જણાવ્યાં મુજબ લોકોને ચેતવણી આપવા માટે હવામાં ફાયરિંગ પણ કરાયું હતું, પરંતુ આમ છતાં ભીડ થોભી નહીં અને સુરક્ષાદળોએ તેમના પર સ્વરક્ષામાં ફાયરિંગ કરવાની ફરજ પડી.


દેશના વધુ સમાચાર જાણવા અહીં ક્લિક કરો