લગ્ન પછી પાર્ટનરને દગો આપવામાં સૌથી આગળ છે આ દેશનાં લોકો, અભ્યાસમાં થયો ખુલાસો
પાર્ટનરને દગો આપવાના મામલામાં આયરલેન્ડના લોકો આખી દુનિયામાં સૌથી આગળ છે. આ ખુલાસો કનેડાની એક મેરિડ ડેટિંગ સાઈટના સર્વેમાં થયો.
ઝી બ્યૂરો, અમદાવાદઃ પાર્ટનરને દગો આપવાના મામલામાં આયરલેન્ડના લોકો આખી દુનિયામાં સૌથી આગળ છે. આ ખુલાસો કનેડાની એક મેરિડ ડેટિંગ સાઈટના સર્વેમાં થયો. અભ્યાસ પ્રમાણે, આયરલેંડમાં દર પાંચમાંથી એક લોકો પોતાના લાઈફ પાર્ટનરને દગો આપે છે. દગાના મામલામાં જર્મનીનું નામ બીજા નંબર પર આવે છે. અહીંના 13 ટકા લોકોએ સ્વીકાર્યું છે કે તે રોજ પોતાના લાઈફ પાર્ટનરને દગો આપે છે. આ ગ્લોબલ અભ્યાસમાં કોલંબિયા ત્રીજા નંબર પર છે, ફાંન્સ ચોથા અને UK પાંચમાં નંબર પર છે. આ એક્સ્ટ્રા મેરિટલ ડેટિંગ એપના સર્વેમાં વધારે પડતા લોકોએ સ્વીકાર કર્યો છે કે તે પોતાના લાઈફ પાર્ટનરના અફેર્સ વિશે જાણતા હોવા છતા તેમને માફ કરી દેશે. અભ્યામાં દગાની જાણ થવા પર મહિલાઓની તુલનામાં પુરૂષોએ વધુ પ્રમાણમાં પોતાના પાર્ટનરને માફ કરી.
Bank Holidays: મે મહીનામાં આ દિવસે બંધ રહેશે બેંકો, જલદી જાણી લો તારીખો
અભ્યાસના ડેટાના આધારે દગો મળ્યા પછી વધુ પડતી મહિલાઓ પોતાના પાર્ટનર પર પહેલાંની જેમ આંખ બંધ કરીને ભરોસો કરી શકતી નથી. 80 ટિકા પુરૂષ અને 85 ટકા મહિલાઓને તેમના પાર્ટનરે અફેર્સ માટે માફ કર્યા છે. સર્વેમાં એ પૂછવામાં આવ્યું કે શું તમે પાર્ટનરને તેના અફેર માટે માફ કરી દેશો તો 86 ટકા પુરૂષોએ 'હા'માં જવાબ આપ્યો જ્યારે 82 ટકા મહિલાઓએ 'ના'માં જવાબ આપ્યો. મહિલાઓ અને પુરૂષના વિચારોમાં રહેલા મતભેદ પર મનોવૈજ્ઞાનિકોની અલગ સલાહ છે.
મનોચિકિત્સકનું કહેવું છે કે અફેરની જાણકારી થતા પુરૂષ એ બાબતે વધુ ધ્યાન રાખે છે કે તેની પાર્ટનરનું ફિઝિકલ અટેચમેન્ટ કેટલું રહ્યું છે. જ્યારે મહિલાઓ એ જાણવામાં વધુ ધ્યાન રાખે છે કે તેના પાર્ટનરનો બીજી મહિલા સાથે ભાવનાત્મક લગાવ કેટલો છે. ભાવનાત્મકરૂપથી દગો મળવા પર મહિલાઓ અને ફિઝિકલ ઈંટિમેસી થવા પર પુરૂષો પોતાના પાર્ટનરને સરળતાથી માફ નથી કરી શકતા. અભ્યાસ પ્રમાણે, દુનિયામાં લોકડાઉન છે તે છતાં પ્રેમ અને દગાના આવા કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે.
સર્વેમાં સૌથી વધારે લોકોએ સ્વીકાર્યું કે તે એક મહિનામાં બે અલગ- અલગ લોકો સાથે સબંધ બાંધે છે. તો અમુક લોકોનું એવું પણ કહેવું હતું કે તેઓ પોતાના ગુપ્ત પાર્ટનર સાથે કોઈ પણ પ્રકારનો યૌન સબંધ રાખતા નથી. આ ગ્લોબલ સ્ટડી ડેટિંગ સાઈટના 3000 સદસ્યો પર કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube