Bank Holidays: મે મહીનામાં આ દિવસે બંધ રહેશે બેંકો, જલદી જાણી લો તારીખો

હાલમાં, ડિજિટલ માધ્યમોથી વિવિધ બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ છે. પરંતુ હજી પણ ગ્રાહકોને ચેક ક્લિયરન્સ, લોન સંબંધિત સેવાઓ અને અન્ય ઘણા કાર્યો માટે બેન્કમાં જવું પડે છે. આવી સ્થિતિમાં, તમારે જાણવું જોઈએ કે ક્યા દિવસે બેન્કોમાં રજા છે.

Bank Holidays: મે મહીનામાં આ દિવસે બંધ રહેશે બેંકો, જલદી જાણી લો તારીખો

નવી દિલ્લીઃ કોરોનાની બીજી લહેરનો પ્રકોપ દેશમાં વધી રહ્યો છે. લોકોએ વગર કામે પોતાના ઘરની બહાર નીકળવું ના જૌઈએ. હાલમાં, ડિજિટલ માધ્યમોથી વિવિધ બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ છે. પરંતુ હજી પણ ગ્રાહકોને ચેક ક્લિયરન્સ, લોન સંબંધિત સેવાઓ અને અન્ય ઘણા કાર્યો માટે બેન્કમાં જવું પડે છે. આવી સ્થિતિમાં, તમારે જાણવું જોઈએ કે ક્યા દિવસે બેન્કોમાં રજા છે. ચાલો આપણે જાણીએ કે મે 2021માં કઈ તારીખે બેંકની રજાઓ રહેશે.

1 મે, 2021: આ દિવસે મજદૂર દિવસ અને મહારાષ્ટ્ર દિવસ છે. જેના કારણે મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડૂ, અસમ, તેલંગણા, મળિપુર, કેરલ, ગોવા અને બિહારમાં બેન્કોમાં રજા રહેશે.

2 મે, 2021: રવિવાર હોવાના કારણે આ દિવસે બેન્ક બંધ રહેશે.

7 મે, 2021: આ દિવસે જુમાતુલ વિદા છે. જેની રજા જમ્મુ અને કશ્મીરની બેન્કોમાં રહેશે.

8 મે 2021: આ દિવસે બીજો શનિવાર હોવાના કારણે બેન્કોમાં રજા રહેશે.

9 મે 2021: આ દિવસે રવિવારના કારણે બેન્કો બંધ રહેશે.

13 મે 2021: આ દિવસે ઈદ-ઉલ-ફિતર છે. જેના પગલે મહારાષ્ટ્ર, જમ્મુ કશ્મીર અને કેરલની બેન્કોમાં રજા રહેશે.

14 મે 2021: ભગવાન પરશુરામની જયંતી, રમઝાન ઈદ અને અક્ષય તૃતિય હોવાના કારણે મહારાષ્ટ્ર, જમ્મુ કશ્મીર અને કેરલ સિવાય સમગ્ર દેશમાં બેન્કોમાં રજા રહેશે.

16 મે 2021: આ દિવસે રવિવાર હોવાના કારણે બેન્કોમાં રજા રહેશે.

22 મે 2021: ચોથો શનિવાર હોવાના કારણે આ દિવસે બેન્કોમાં રજા રહેશે

23 મે 2021: આ દિવસે રવિવારના કારણે બેન્કો બંધ રહેશે.

26 મે, 2021: આ દિવસ બુદ્ધ પૂર્ણિમા છે. આ કારણે બેન્કોને ત્રિપુરા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, દિલ્હી, છત્તીસગ,, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને કશ્મીરમાં રજા રહેશે.

30 મે, 2021: આ દિવસે રવિવાર હોવાને કારણે બેન્કોમાં રજા રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news