ધાર્મિક સ્થળની સામે ઈન્સ્ટાગ્રામ મોડલે બોયફ્રેન્ડ સાથે કર્યું અશ્લીલ પેન્ક, કોર્ટે સંભળાવી એવી સજા કે...
ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં પોલીસે તેણી ધરપકડ કરી લીધી છે, ત્યારબાદ તેણે 10 મહિનાની સજા સંભળાવવામાં આવી છે.
નવી દિલ્હી: તાજિકિસ્તાનના ઓનલાઈન પ્રૅન્ક સ્ટાર (મજાક કરનાર) રુસલાન મુરોદઝોન્ઝોદાને રશિયામાં ધાર્મિક સ્થળની સામે સેક્સ પ્રૅન્ક (મજાક) કરવું ભારે પડી ગયું હતું. હવે તેને 10 મહિના માટે જેલમાં નાંખી દેવામાં આવ્યો છે, જ્યાંથી તે તેની સજા પૂરી કર્યા પછી જ બહાર આવશે. જોકે, રુસલાન મુરોદઝોન્ઝોદા જે સોશિયલ મીડિયા પર રૂસલાન બોબિયેલના નામથી જાણીતો છે, તેણે રેડ સ્ક્રાયર પર સેન્ટ બેસિલલ ચર્ચ નજીક અશ્લિલ પ્રેન્ક વીડિયો બનાવ્યો હતો. તે દરમિયાન રૂસલાને પોલીસ જેકેટ પહેરી રાખ્યું હતું.
ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં પોલીસે તેણી ધરપકડ કરી લીધી છે, ત્યારબાદ તેણે 10 મહિનાની સજા સંભળાવવામાં આવી છે. વિશ્વ પ્રસિદ્ધ ગિરજાધરની સામે રુસલાનની પ્રેમિકા ચિસ્તોવા ઢીંચણ પર બેસીને નાટક કરવાની એક્ટ કરી રહી હતી. આ મામલાને લઈને મોસ્કોની ટાવર્સકોઈ જિલ્લા કોર્ટે બન્ને જણાંને ઈન્સ્ટાગ્રામ પર માફી માંગવા સિવાય લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપસર દોષિત ઠેરવ્યા છે.
ભારતની આ જેલમાં કેદીઓ વર્ષે કરે છે કરોડોની કમાણી, મોટી મોટી હસ્તીઓ રહી ચૂકી છે અહીં
સજા બાદ રુસલાનને પણ તાજિકિસ્તાનમાંથી હાંકી કાઢવામાં આવશે. એક નિવેદનમાં કોર્ટે કહ્યું કે મુરોદઝોન્ઝોદા અને ચિસ્તોવાનું કાર્ય 'સમાજ પ્રતિ સ્પષ્ટ અનાદર'ને દેખાડે છે.
અત્રે નોંધનીય છે કે રુસલાનને એક ઓનલાઈન પ્રેન્ક સ્ટારના રૂપમાં ઓળખાય છે અને તેની 18 વર્ષીય પ્રેમિકા ચિસ્તોવા પણ એક ઈન્સ્ટાગ્રામ મોડલ છે. સજા પહેલા, ચિસ્તોવાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લોકો પાસે માફી માંગતા જણાવ્યું છે કે તેણે નહોતું વિચાર્યું કે લોકો તેણે પસંદ નહીં કરે અને તેમની ભાવનાઓને ઠેસ પહોંચશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube