માત્ર બે કરોડની વસ્તીવાળા ગરીબ આફ્રિકન દેશ મલાવી પર મોટો કહેર તૂટ્યો છે. આ લેંડલોક્ડ દેશમાં હાલમાં જ આવેલા વાવાઝોડા ફ્રેડીએ ભયંકર તબાહી મચાવી છે. અત્યાર સુધીમાં 326 લોકોના મોત થઈ ચૂક્યા છે અને મૃતકોનો આંકડો સમયાંતરે વધી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મલાવીમાં હાલ સ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે કે તોફાન પ્રભાવિત વિસ્તારોમાં લોકોને રોજબરોજની જરૂરિયાતો માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે અનેક રસ્તાઓ જમીનમાં સમાઈ ગયા છે અને રસ્તાઓની જગ્યાએ મોટા મોટા ખાડા પડી ગયા છે. 


મલાવીમાં મહાડો પર થયેલા વરસાદને  કારણે કીચડ અને માટી પણ વરસાદી પાણીમાં વહીને આવે છે. આ કીચડ લોકોના ઘરમાં ઘૂસી ગયું છે, સ્થિતિ ખુબ વણસી છે. રાહત અને બચાવ અભિયાન ચલાવીને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોને રેસ્ક્યૂ કરવાનું કામ થઈ રહ્યું છે. 


તોફાનની સૌથી વધુ અસર બ્લેંટાયર શહેરની આજુબાજુ જોવા મળી છે. વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠનના જણાવ્યાં મુજબ ફ્રેડી દક્ષિણી ગોળાર્ધમાં અત્યાર સુધીમાં આવેલા તોફાનોમાં સૌથી શક્તિશાળી બની શકે છે. તે સૌથી લાંબા સમય સુધી ચાલનારું ઉષ્ણકટિબંધીય ચક્રવાત પણ માનવામાં આવી રહ્યું છે. 


અમેરિકા બાદ હવે યુરોપ પહોંચી ગયું બેંકિંગ સંકટ...આ બેંકના હાલ થયા બેહાલ


બ્લુ વ્હેલના હૃદયનું વજન સાંભળીને ચોંકી જશો! 3.2 કિમી દૂર સુધી સંભળાય છે ધબકારા


યુટ્યુબની મોહમાયા ભારે ભરી!!! સાત મહિના સુધી હાઉસ ઓફ કાઉન્સિલર્સમાં મુક્યો નહી પગ


આ ભયંકર તોફાને મધ્ય મોઝાંબિકને ધરાશાયી કરી દીધુ છે. તોફાનનું સ્વરૂપ એટલું ભયાનક છે કે ઈમારતોની છત તૂટી ગઈ અને ભૂસ્ખલનના કરાણે મલાવી તરફ ક્વીલિમેનના પોર્ટની આજુબાજુ પૂર જેવી સ્થિતિ બની ગઈ છે. અત્રે જણાવવાનું કે મલાવી હાલ પોતાના ઇતિહાસમાં સૌથી ઘાતક કોલેરાના પ્રકોપ સામે પણ ઝઝૂમી રહ્યું છે. યુએનની એજન્સીઓએ ચેતવણી આપી છે કે ફ્રેડીના પગલે ભારે વરસાદની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube