Blue Whale: બ્લુ વ્હેલના હૃદયનું વજન સાંભળીને ચોંકી જશો! 3.2 કિમી દૂર સુધી સંભળાય છે ધબકારા

આ ફોટો શેર કરતા હર્ષ ગોયેન્કાએ કહ્યું કે તે બ્લુ વ્હેલનું સાચવેલ હાર્ટ છે. જેનો વજન 181 કિલો છે અને તે 4.9 ફૂટ લાંબુ અને 3.9 ફૂટ પહોળું છે. તેના ધબકારા 3.2 કિમી દૂર સુધી સાંભળી શકાય છે. આ બ્લુ વ્હેલ હાર્ટ ટોરોન્ટોના રોયલ ઓન્ટારિયો મ્યુઝિયમમાં સાચવવામાં આવ્યું છે.

Blue Whale: બ્લુ વ્હેલના હૃદયનું વજન સાંભળીને ચોંકી જશો! 3.2 કિમી દૂર સુધી સંભળાય છે ધબકારા

Blue Whale Huge Heart: આજે પણ સમુદ્રમાં એવા ઘણા રહસ્યો છે જેના વિશે મનુષ્યને કોઈ જાણકારી નથી. સોશિયલ મીડિયા પર વિશાળ સમુદ્રી જીવોના વીડિયો અને ફોટા આપણને આશ્ચર્યમાં મૂકી દે છે. સમુદ્રનું સૌથી મોટું પ્રાણી બ્લુ વ્હેલ છે. તમે સાંભળ્યું જ હશે કે બ્લુ વ્હેલ વિશ્વનું સૌથી મોટું પ્રાણી છે.

તમે અત્યાર સુધી આ બ્લુ વ્હેલની અગણિત તસવીરો જોઈ હશે. પરંતુ શું તમે તેનું હૃદય જોયું છે. બ્લુ વ્હેલના હૃદયનો ફોટો જોઈને તમે પણ ચોંકી જશો. ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ પણ આવી જ એક પોસ્ટ શેર કરી છે.

ફોટોની સામે 'બ્લુ વ્હેલ' માછલીનું હાર્ટ-
બિઝનેસમેન હર્ષ ગોયન્કા સોશિયલ મીડિયા પર અવારનવાર અદભુત ફોટો અને વીડિયો શેર કરે છે. તાજેતરમાં તેમણે એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં બ્લુ વ્હેલનું સાચવેલ હૃદય દેખાય છે. આ તસવીરમાં બ્લુ વ્હેલના હૃદયનું કદ ઘણું મોટું છે. આ ફોટો શેર કરતા હર્ષ ગોયેન્કાએ કહ્યું કે તે બ્લુ વ્હેલનું સાચવેલ હાર્ટ છે. જેનો વજન 181 કિલો છે અને તે 4.9 ફૂટ લાંબુ અને 3.9 ફૂટ પહોળું છે. તેના ધબકારા 3.2 કિમી દૂર સુધી સાંભળી શકાય છે. આ બ્લુ વ્હેલ હાર્ટ ટોરોન્ટોના રોયલ ઓન્ટારિયો મ્યુઝિયમમાં સાચવવામાં આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news