Bank Crisis: અમેરિકા બાદ હવે યુરોપ પહોંચી ગયું બેંકિંગ સંકટ...આ બેંકના હાલ થયા બેહાલ, ભવિષ્યવાણીએ બધાને ચિંતામાં મૂક્યા

Rich Dad-Poor Dad ના લેખક અને વોલ સ્ટ્રીટ એનાલિસ્ટ્સ રોબર્ટ કિયોસ્કીની ભવિષ્યવાણીએ ચિંતા વધારી છે. તેમણે ક્રેડિટ સુઈસના ડૂબવાની આશંકા વ્યક્ત કરી છે. અત્રે જણાવવાનું કે વર્ષ 2008માં કિયોસ્કીએ જ સૌથી પહેલા લેહમન બ્રધર્સના ડૂબવાની ભવિષ્યવાણી કરી હતી અને તેના ધરાશયી થયા બાદ દુનિયાભરે આર્થિક મંદીનો સામનો કર્યો હતો. 

Bank Crisis: અમેરિકા બાદ હવે યુરોપ પહોંચી ગયું બેંકિંગ સંકટ...આ બેંકના હાલ થયા બેહાલ, ભવિષ્યવાણીએ બધાને ચિંતામાં મૂક્યા

બેંકિંગ સંકટ હવે માત્ર અમેરિકા સુધી જ સિમિત નથી પરંતુ તે યુરોપમાં પણ જોવા મળી રહ્યું છે. યુરોપની સૌથી મોટી બેંકોમાંથી એક એવી Credit Suisse ના હાલ ખરાબ છે. એક દિવસમાં જ તેના શેર 25 ટકા સુધી તૂટી ગયા. એટલું જ નહીં માત્ર ત્રણ મહિનામાં આવેલા ઘટાડાના પગલે બેંક સ્ટોક્સની કિંમત પણ એક તૃતિયાંશ જેટલી ઘટી ગઈ છે. 

છેલ્લા કેટલાક સમયથી Credit Suisse બેંક સતત પડકારોનો સામનો કરી રહી છે. શેરોની કિંમતમાં પણ સતત કમી આવવાના કારણે બેંકના શેરહોલ્ડર્સ પણ તેમનો સાથ છોડી રહ્યા છે. સ્વિટ્ઝરલેન્ડ બેસ્ડ ક્રેડિટ સુઈઝ બેંકમાં 9.9 ટકાની ભાગીદારી સાથે સૌથી મોટા શેરહોલ્ડર સાઉદી નેશનલ બેંક (SNB) એ તેમાં વધુ રોકાણ કરવાની ના પાડી દીધી છે. 

બ્લુમબર્ગના રિપોર્ટ મુજબ ક્રેડિટ સુઈસની ખરાબ સ્થિતિ વચ્ચે તેમાં રોકાણને લઈને કરાયેલા સવાલના જવાબમાં સાઉદી નેશનલ બેંકના ચેરમેન અમ્માર અલ ખુદૈરીએ કહ્યું કે અમારો જવાબ ના છે. અમે કોઈ પણ પ્રકારનું રોકાણ Credit Suisse માં કરીશું નહીં. ખુદૈરીએ પીછેહટ પાછળ સૌથી મોટું કારણ Regulatory and statutory પડકારો જણાવ્યાં. 

Credit Suisse Bank ની ગણતરી યુરોપમાં જ નહીં પરંતુ દુનિયાની મોટી બેંકોમાં થાય છે. બેંકના સ્ટોક ગત કારોબારી દિવસ 24.24 ટકાના ઘટાડા સાથે 1.70 CHF (સ્વિટઝરલેન્ડ કરન્સી) પર પહોંચી ગયો. છેલ્લા 5 દિવસમાં આ શેરમાં 35 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે છેલ્લા એક મહિનામાં તે 40 ટકાથી વધુ તૂટ્યો છે. એક વર્ષના સમયગાળામાં આ સ્ટોક પર નજર ફેરવીએ તો ગત 16 માર્ચ 2022ના રોજ તેની કિમત 7.14 CHF હતી જે અત્યાર સુધીમાં 76 ટકા સુધી ઘટી ચૂકી છે. 

અમેરિકાની આંચ યુરોપ સુધી પહોંચી
અમેરિકાના બેંકિંગ સેક્ટરમાં આવેલી સુનામી હવે યુરોપીયન બેંકોને પણ પોતાના સકંજામાં લઈ રહી છે. તેનાથી દુનિયાભરની બેંકો પર  પ્રભાવ જોવા મળી રહ્યો છે. અમેરિકામાં પહેલા સિલિકોન વેલી અને ત્યારબાદ તરત સિગ્નેચર બેંક પર તાળા વાગ્યા. જ્યારે લગભગ અડધા ડઝન જેટલી અન્ય અમેરિકી બેંકો બંધ થવાનું જોખમ વધી ગયું છે. વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે પણ ફર્સ્ટ રિપબ્લિક બેંક સહિત અનેક નાણાકી સંસ્થાનોને અંડર રિવ્યૂમાં રાખ્યા છે. 

ભવિષ્યવાણીએ વધારી ચિંતા
જો કે ક્રેડિટ સૂઈઝ બેંક તરફથી હાલ જણાવવામાં આવી રહ્યું છે કે તેમની પાસે પૂરતા પ્રમાણમાં જમા રકમ રહેલી છે અને બેંકના ડૂબવાનું કોઈ જોખમ નથી. પરંતુ આ બધા વચ્ચે Rich Dad-Poor Dad ના લેખક અને વોલ સ્ટ્રીટ એનાલિસ્ટ્સ રોબર્ટ કિયોસ્કીની ભવિષ્યવાણીએ ચિંતા વધારી છે. તેમણે ક્રેડિટ સુઈસના ડૂબવાની આશંકા વ્યક્ત કરી છે. અત્રે જણાવવાનું કે વર્ષ 2008માં કિયોસ્કીએ જ સૌથી પહેલા લેહમન બ્રધર્સના ડૂબવાની ભવિષ્યવાણી કરી હતી અને તેના ધરાશયી થયા બાદ દુનિયાભરે આર્થિક મંદીનો સામનો કર્યો હતો. 

ભલે ક્રેડિટ સૂઈસ બેંકના ખરાબ સમયમાં તેમના સૌથી મોટા ઈન્વેસ્ટર સાઉદી નેશનલ બેંકે અંતર જાળવ્યું હોય પરંતુ તેની મદદ માટે હવે સ્વિઝ નેશનલ બેંક આગળ આવી છે. રિપોર્ટ મુજબ સ્વિસ નેશનલ બેંકે ક્રેડિટ સૂઈઝને 50 અબજ ડોલરની લોન આપી છે. આ શોર્ટ ટર્મ લોનની જેમ અપાશે. ક્રેડિટ સૂઈસ તરફથી કહેવાયું છે કે તેઓ 54 અબજ ડોલર સુધી ઉધાર લઈને પોતાની લિક્વિડિટીને મજબૂત કરવા માટે પ્રયત્નશીલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news