હાઈડ્રોજન લીક થવાથી બે વખત લોન્ચમાંથી ચૂકી ગયેલ અમેરિકાની સ્પેસ એજન્સી નાસાનું આર્ટેમિસ-૧ ફરી એકવાર બુધવારે બપોરે 12:17 કલાકે લોન્ચ કરવામાં આવ્યું. આ પહેલાં 29 ઓગસ્ટ અને 3 સપ્ટેમ્બરે લોન્ચિંગ માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ ટેકનિકલ કારણોસર આર્ટેમિસ-1ના લોન્ચિંગને ટાળી દેવામાં આવ્યું હતું. પરંતુ આખરે નાસાએ મૂન મિશનને લોન્ચ કરીને અંતરિક્ષની દુનિયામાં મોટી હરણફાળ ભરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાસાના આર્ટેમિસ-1 મિશનને સમજો:


1. માણસને લઈ દૂર જનારું પહેલું સ્પેસક્રાફ્ટઃ
આર્ટેમિસ-૧ મિશન માણસોની અંતરિક્ષ ઉડાનમાં એક મોટો માઈલસ્ટોન સાબિત થઈ શકે તેમ છે. અનેક દાયકા પછી ધરતીના લોઅર અર્થ ઓરબિટની બહાર માણસ જવાનો છે. જાો આ લોન્ચિંગ સફળ રહેશે તો પહેલીવાર એવું થશે કે કોઈપણ માણસની મદદ વિના નાસા સ્પેસ લોન્ચ સિસ્ટમ રોકેટ દ્વારા ઓરિયન સ્પેસશીપને ચંદ્રની ચારેબાજુ ચક્કર લગાવીને પાછું લાવવા માટે મોકલશે. આ યાત્રા ૪૨ દિવસ, ૩ કલાક અને ૨૦ મિનિટની હશે.


કેન્દ્રીય કર્મચારી ખાસ વાંચે! 44% થી વધુ વધશે પગાર! 8મા પગાર પંચ પર મોટું અપડેટ


આર્ટેમિસ મિશનનો ઉદ્દેશ્ય:
આર્ટેમિસ-૧ મિશન દરમિયાન ઓરિયન સ્પેસક્રાફ્ટ અને એેસએલએસ રોકેટ ચંદ્ર સુધી પહોંચીને ધરતી તરફ પરત આવીને પોતાની ક્ષમતાઓનું પ્રદર્શન કરશે. આ મિશન ભવિષ્યમાં થનારા ચંદ્ર મિશન માટે એક લિટમસ ટેસ્ટ છે. જો આ મિશન સફળ થશે તો વર્ષ ૨૦૨૫ સુધી આર્ટેમિસ મિશન અંતર્ગત પહેલીવાર કોઈ મહિલા અને પુરુષને મોકલવામાં આવશે. આર્ટેમિસ-૧ની સફળતા પછી જ નાસાના વૈજ્ઞાનિક ચંદ્ર સુધી જવા માટે અન્ય ટેકનિકને વિકસિત કરશે. તેની તપાસ કરશે. જેથી ચંદ્રથી મંગળ સુધીની યાત્રા પણ કરી શકાય. તેના માટે નાસા ખાનગી સ્પેસ એજન્સીઓ અને આંતરરાષ્ટ્રીય પાર્ટનર્સ સાથે મળીને કામ કરશે.


કેવી રીતે ઓરિયન સ્પેસક્રાફ્ટનું લેન્ડિંગ થશે:
મિશનનો અંત ઓરિયન સ્પેસશીપના ધરતી પર પાછા ફરવાથી થશે. ઓરિયન ધરતીના વાયુમંડળમાં પહોંચતા પહેલાં લગભગ ૪૦,૦૦૦ કિમી પ્રતિ કલાકની સ્પીડે પાછું આવશે. પરંતુ વાયમંડળમાં તે ૪૮૦ કિમી પ્રતિ કલાકની સ્પીડથી આવશે. તે સમયે તેને લગભગ ૨૮૦૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સહન કરવું પડશે. આવું વાયુમંડળમાં આવતાં જ ઘર્ષણના કારણે થશે. અહીંયા તેના હીટશિલ્ડના પરફોર્મન્સની તપાસ કરવામાં આવશે. સમુદ્રની પાસે આવતાં પહેલાં ૨૫,૦૦૦ ફૂટ ઉપર સ્પેસક્રાફ્ટના બે પેરાશૂટ ખૂલશે. જે તેની ગતિને ઓછી કરીને ૧૬૦ કિમી પ્રતિ કલાક કરી દેશે. થોડીવાર પછી તેના મુખ્ય ૩ પેરાશૂટ ખૂલી જશે તેની સ્પીડ ઘટાડીને ૩૨ કિમી પ્રતિ કલાક કરી નાંખશે. ત્યારે તે સેન ડિયાગો પાસે પ્રશાંત મહાસાગરમાં લેન્ડ કરશે.

પહેલી મુલાકાતમાં જ ઋષિ સુનકે Visa મુદ્દે ભારતીયો માટે કરી મોટી જાહેરાત


ચીન-રશિયાને પાછળ છોડી દેશે અમેરિકા:
ચીન અને રશિયાની ભાગીદારીથી અમેરિકા સહિત અન્ય દેશ પણ પરેશાન છે. અમેરિકાએ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પાંચ દેશોની સાથે મળીને બનાવ્યું છે. જેના પર ૨૦ દેશથી વધારેના એસ્ટ્રોનટ્‌સ જઈ આવ્યા છે. આર્ટેમિસ મિશનમાં યૂરોપિયન દેશ અને ઓસ્ટ્રેલિયા પણ મદદ કરી રહ્યું છે. આ દેશ મળીને ચંદ્ર પર બેસ બનાવવા માગે છે. સાથે જ ત્યાં રોવર્સ ચલાવવા ઈચ્છે છે. અહીંયા એક વૈશ્વિક ધુરી જોવા મળશે, જે ચીન અને રશિયાથી અલગ કામ કરી રહી હશે.


લેન્ડિંગ પછી કેવી રીતે રિકવરીઃ
નાસાના એક્સપ્લોરેશન ગ્રાઉન્ડ સિસ્ટમની લેન્ડિંગ અને રિકવરી ટીમ પ્રશાંત મહાસાગરમાં પહેલાથી તહેનાત રહેશે. તે ઓરિયન સ્પેસશીપના લેન્ડિંગ પછી તેને ઉઠાવીને નેવાની એમ્ફિબિયન્સ શીપ પર રાખશે. નેવીના સ્વિમર અને અન્ય એન્જિનિયર સ્પેસક્રાફ્ટને બાંધીને શીપ પર રાખશે. તેને પાછું કેનેડી સુધી લઈ જવામાં આવશે. પછી સ્પેસશીપના કાયદાથી તમામ તપાસ કરવામાં આવશે.


આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube