કાઠમંડુ: નેપાળમાં ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પાર્ટીની અંદર જ વિરોધી ઝેલી રહેલા નેપાળી પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ રવિવારે અચાનક મંત્રીમંડળની બેઠકમાં સંસદ ભંગ કરવાનો નિર્ણય લીધો છે. મંત્રીમંડળ તરફતી સદનને ભંગ કરવાની ઔપચારિક ભલામણ રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી પાસે કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાની રસી લીધા બાદ 17 જ મિનિટમાં નર્સ ઢળી પડી, કાચાપોચા ન જોતા VIDEO


બંધારણમાં સંસદ ભંગ કરવાની જોગવાઈ નહી
સૌથી મોટી વાત એ છે કે નેપાળના બંધારણમાં જ સદનને ભંગ કરવાની કોઈ જોગવાઈ નથી. આવામાં અન્ય રાજકીય પક્ષો સરકારના આ નિર્ણયને કોર્ટમાં પડકારી શકે છે. હવે જોવાની વાત એ છે કે શું નેપાળના રાષ્ટ્રપતિ ઓલી સરકારની આ ગેરબંધારણીય સલાહ પર શું નિર્ણય લે છે. 


ઓલી સરકાર પર હતો અધ્યાદેશ પાછો લેવાનું દબાણ
ઓલીની કેબિનેટમાં ઉર્જા મંત્રી બરશમેન પુને જણાવ્યું કે આજની કેબિનેટ બેઠકમાં સંસદને ભંગ કરવા માટે રાષ્ટ્રપતિની ભલામણ મોકલીને નિર્ણય લેવાયો છે. અત્રે જણાવવાનું કે ઓલી પર બંધારણીય પરિષદ અધિનિયમ સંબંધિત એક અધ્યાદેશ પાછો ખેંચવાનું દબાણ હતું. મંગળવારે બહાર પાડેલા અધ્યાદેશને રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ પણ મંજૂરી આપી દીધી હતી. 


અમેરિકામાં ફાઈઝર બાદ હવે  Moderna ની કોરોના રસીને પણ મળી મંજૂરી, જાણો કેટલી અસરકારક છે?


અચાનક કેબિનેટે લીધો નિર્ણય
રવિવારે જ્યારે ઓલી કેબિનેટે સવારે 10 વાગે ઈમરજન્સી બેઠક બોલાવી હતી ત્યારે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે આ અધ્યાદેશને બદલવાની ભલામણ કરશે. પરંતુ તેની જગ્યાએ મંત્રીમંડળે સદન ભંગ કરવાની ભલામણ કરી. 


ઓલીની પાર્ટીએ જ કર્યો કેબિનેટના નિર્ણયનો વિરોધ
ઓલીની પોતાની પાર્ટી નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીએ કેબિનેટના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. પાર્ટીના પ્રવક્તા નારાયણજી શ્રેષ્ઠે કહ્યું કે આ નિર્ણય ઉતાવળમાં લેવાયો છે. કારણ કે આજની આ કેબિનેટ બેઠકમાં તમામ મંત્રીઓ હાજર રહ્યા નહતા. આ લોકતાંત્રિક માપદંડોની વિરુદ્ધ છે અને રાષ્ટ્રને પાછળ લઈ જશે. તેને લાગુ કરી શકાય નહીં. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube