નેપાળમાં રાજકીય ભૂકંપ, અસર થશે ચીનને!, PM ઓલીની ખુરશી પર સંકટના વાદળો છવાયા
નેપાળમાં હાલ રાજકીય ભૂકંપ આવી ગયો છે અને આ ભૂકંપના ઝટકા ચોક્કસપણે ચીનને હચમચાવી નાખશે. સત્તાધારી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીમાં મચેલા ઘમાસાણ વચ્ચે નેપાળના રાજકારણમાં અચાનક ખળભળાટ મચી ગયો છે. પાર્ટીની અંદર જ `પ્રચંડ` નામના તોફાનનો સામનો કરી રહેલા ઓલીએ આજે બપોરે અચાનક રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી. કે પી ઓલી આજે દેશને સંબોધિત કરી શકે છે. જેને કારણે હવે અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. નેપાળમાં આરોપ લાગી રહ્યાં હતાં કે ઓલી પોતાની ખુરશી બચાવવા માટે ચીનનો સાથ લઈ રહ્યાં છે. નેપાળના પ્રધાનમંત્રી ભારત વિરુદ્ધ આકરું વલણ અપનાવી રહ્યાં હતાં.
નવી દિલ્હી: નેપાળમાં હાલ રાજકીય ભૂકંપ આવી ગયો છે અને આ ભૂકંપના ઝટકા ચોક્કસપણે ચીનને હચમચાવી નાખશે. સત્તાધારી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીમાં મચેલા ઘમાસાણ વચ્ચે નેપાળના રાજકારણમાં અચાનક ખળભળાટ મચી ગયો છે. પાર્ટીની અંદર જ 'પ્રચંડ' નામના તોફાનનો સામનો કરી રહેલા ઓલીએ આજે બપોરે અચાનક રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી. કે પી ઓલી આજે દેશને સંબોધિત કરી શકે છે. જેને કારણે હવે અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. નેપાળમાં આરોપ લાગી રહ્યાં હતાં કે ઓલી પોતાની ખુરશી બચાવવા માટે ચીનનો સાથ લઈ રહ્યાં છે. નેપાળના પ્રધાનમંત્રી ભારત વિરુદ્ધ આકરું વલણ અપનાવી રહ્યાં હતાં.
નેપાળની કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા સતત પીએમ ઓલીના રાજીનામાની માગણી કરી રહ્યાં છે. પાર્ટીની સ્થાયી સમિતિની બેઠકમાં પુષ્પકમલ દહલ પ્રચંડ, માધવ નેપાળ, ઝલનાથ ખનાલ અને બામદેવ ગૌતમ સહિત વરિષ્ઠ નેતાઓએ ઓલીને રાજીનામું આપી દેવા જણાવ્યું હતું.
ઓલી સરકારે બજેટ સત્ર રદ કર્યું
રાજીનામાની અટકળો વચ્ચે નેપાળી પીએમ ઓલીએ પોતાના નિવાસસ્થાન પર કેબિનેટની એક ઈમરજન્સી બેઠક બોલાવી. જેમાં નો કોન્ફિડન્સ મોશનથી બચવા માટે સંસદના બજેટ સત્રને વિઘટિત કર્યા વગર રદ કરવાનો નિર્ણય લેવાયો. આ નિર્ણય કેપી શર્મા ઓલીના બ્લુવોટર સ્થિત સરકારી નિવાસ સ્થાને થયેલી કેબિનેટની બેઠકમાં લેવાયો. ઓલીને ડર છે કે જો સંસદનું સત્ર ચાલ્યું તો તેમના પર રાજીનામાને લઈને દબાણ વધશે.
દહલના નિવાસ સ્થાન ઉપર પણ બેઠક
કોમ્યુનિસ્ટ પાર્ટીના ચેરમેન અને ઓલીના વિરોધી પુષ્પ કમલ દહલના નિવાસ સ્થાને પણ બેઠકો ચાલુ છે. ગુરુવારે સવારે તેના ઘરે પાર્ટી મહાસચિવ વિષ્ણુ પોડેલ, નાયબ પ્રધાનમંત્રી ઈશોર પોખરેલ, વિદેશ મંત્રી પ્રદીપ ગ્યાવલી, શંકર પોખરેલ, પીએમના મુખ્ય સલાહકાર વિષ્ણુ રિમલ અને ઉપ સંસદીય દળના નેતા સુભાષ નેમબાંગ પહોંચ્યા હતાં. તમામ નેતાઓએ મુલાકાત કરી. કહેવાય છે કે તેમા સરકારને લઈને વાતચીત થઈ.
પ્રચંડે કહ્યું-પીએમ પાર્ટીનું સન્માન જાળવે
પ્રચંડે બેઠક દરમિયાન નેતાઓને સ્પષ્ટપણે કહ્યું કે પીએમ ઓલીએ પાર્ટીની પ્રણાલી, પ્રક્રિયાઓ અને તેના નિર્ણયોનું પાલન કરવું જોઈએ. પ્રચંડ ઉપરાંત માધવકુમાર નેપાળ, ઝલનાથ ખનાલ અને બામદેવ ગૌતમ સહિત પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓએ સીધી રીતે ઓલી પાસેથી પીએમ અને પાર્ટીના બંને પદો પરથી રાજીનામાની માગણી કરી છે.
કોમ્યુનિસ્ટ પાર્ટીના સ્ટેન્ડિંગ કમિટીની બેઠક કાઠમંડૂના બ્લુવોટરમાં ચાલી રહી છે. જેમાં પીએમ ઓલી શામેલ થયા નથી. આ અગાઉ પણ જૂનના છેલ્લા અઠવાડિયામાં થયેલી બેઠકમાં પીએમ ઓલી સામેલ થયા નહતાં. ડિસેમ્બર 2019માં આયોજિત પાર્ટીની સ્થાયી સમિતિની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ ચર્ચાઓ ઓલીએ ટાળી હતી. તેમને ડર હતો કે આ બેઠક દરમિયાન ક્યાંક તેમની ટીકા ન થાય. એટલું જ નહીં 7 મે 2020ના રોજ થનારી સ્થાયી સમિતિની બેઠકને તો તેમણે જબરદસ્તીથી સ્થગિત કરાવી હતી.
જુઓ LIVE TV
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube