હવે નેપાળમાં પણ ચીન વિરુદ્ધ અવાજ ઉઠ્યો, નેપાળી કોંગ્રેસે સંસદના નીચલા ગૃહમાં રજુ કર્યો પ્રસ્તાવ
ભારત સાથે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે ચીન જોડે ઘનિષ્ઠતા કેળવી રહેલા નેપાળને પણ હવે ડ્રેગનની લુચ્ચાઈનો કડવો અનુભવ થયો છે. નેપાળ સામે હવે પોતાની જ જમીન ચીનથી બચાવવાનો મોટો પડકાર ઊભો થયો છે. આ મુદ્દે નેપાળની વિપક્ષી પાર્ટી નેપાળી કોંગ્રેસે સંસદના નીચલા ગૃહમાં ચીનના અતિક્રમણને રેગ્યુલેટ કરવાની માગણી કરતો પ્રસ્તાવ રજુ કર્યો છે. હકીકતમાં નેપાળના કૃષિ મંત્રાલયના એક રિપોર્ટ મુજબ દેશની કુલ 10 જગ્યાઓ પર ચીને કબ્જો જમાવ્યો છે. એટલું જ નહીં ચીને નેપાળની 33 હેક્ટર જમીન પર નદીઓનો પ્રવાહ બદલીને પ્રાકૃતિક સરહદ બનાવી દીધી છે અને કબ્જો જમાવ્યો છે.
કાઠમંડૂ: ભારત સાથે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે ચીન જોડે ઘનિષ્ઠતા કેળવી રહેલા નેપાળને પણ હવે ડ્રેગનની લુચ્ચાઈનો કડવો અનુભવ થયો છે. નેપાળ સામે હવે પોતાની જ જમીન ચીનથી બચાવવાનો મોટો પડકાર ઊભો થયો છે. આ મુદ્દે નેપાળની વિપક્ષી પાર્ટી નેપાળી કોંગ્રેસે સંસદના નીચલા ગૃહમાં ચીનના અતિક્રમણને રેગ્યુલેટ કરવાની માગણી કરતો પ્રસ્તાવ રજુ કર્યો છે. હકીકતમાં નેપાળના કૃષિ મંત્રાલયના એક રિપોર્ટ મુજબ દેશની કુલ 10 જગ્યાઓ પર ચીને કબ્જો જમાવ્યો છે. એટલું જ નહીં ચીને નેપાળની 33 હેક્ટર જમીન પર નદીઓનો પ્રવાહ બદલીને પ્રાકૃતિક સરહદ બનાવી દીધી છે અને કબ્જો જમાવ્યો છે.
ચીન પર અતિક્રમણનો આરોપ
નેપાળી કોંગ્રેસના સાંસદ દેવેન્દ્રરાજ કંદેલ, સત્ય નારાયણ શર્મા ખનાલ અને સંજયકુમાર ગૌતમે આ પ્રસ્તાવ રજુ કર્યો છે. જે મુજબ 'ચીને દોલકા, હુમલા, સિંધુપલચૌક, સંખૂવસાભા, ગોરખા અને રસૂલા જિલ્લાઓમાં 64 હેક્ટરની જમીન પર અતિક્રમણ કર્યું છે.' આ સાથે જ દાવો કરાયો છે કે સરહદ પર 35 પીલરને હટાવી દીધા છે જેનાથી ઉત્તરી ગોરખાનું રૂઈ ગામ ચીન તિબ્બત ક્ષેત્રમાં ભળી ગયુ છે. ગોરખાના રૂઈ ગામના 72 ઘર અને દારચૂલામાં 18 ઘર ચીનના વિસ્તારમાં આવી ગયા છે.
ઓલીને કરી કાર્યવાહીની અપીલ
આ અગાઉ વિપક્ષી દળ નેપાળી કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને દેશના પૂર્વ ઉપપ્રધાનમંત્રી બિમલેન્દ્ર નિધિએ આરોપ લગાવ્યો કે ચીન જબરદસ્તીથી નેપાળની જમીન પર કબ્જો જમાવી રહ્યું છે. તેમણે કે પી ઓલી સરકારને અપીલ કરી કે તેઓ ચીનના હિમાલય અને નેપાળી ગામ રૂઈ પર કબ્જો જમાવવા સામે કાર્યવાહી કરે. તેમણે એમ પણ કહ્યું કે સરકારને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી તાલિમી આપી રહી છે અને સરકારે આ સમગ્ર મામલે જવાબ આપવો જોઈએ.
જુઓ LIVE TV
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube