કાઠમાંડુઃ નેપાળમાં ચીનના વધતા હસ્તક્ષેપથી ગુસ્સામાં આવેલા લોકોએ સોમવારે કાઠમાંડુમાં રસ્તા પર પ્રદર્શન કર્યુ હતું. પ્રદર્શનકારીઓએ ચીનના વિરોધમાં નારા લગાવ્યા હતા. પ્રદર્શનકારીઓના હાથમાં ચીનની વિરુદ્ધ પોસ્ટર તથા બેનર હતા. આ પોસ્ટરોમાં નેપાળમાં ચીની હસ્તક્ષેપને બંધ કરવાની માંગ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ખાસ દૂત ગુઓ યેઝોઉ કાઠમંડુમાં છે. તે નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીના બે વિરોધી જૂથ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી અને પુષ્પ કમલ દહલ ઉર્ફ પ્રચંડની વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંન્ને જૂથના ટોચના નેતાઓને મળશે ચીની દળ
ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીનું મુખ્ય દળ રવિવારે કાઠમાંડુ પહોંચી ચુક્યુ છે. તેનો ઇરાદો પ્રચંડ અને ઓલી વચ્ચે સમાધાન કરાવી કોઈપણ કિંમતે સત્તામાં રહેલા કોમ્યુનિસ્ટ પાર્ટીમાં વિવાદ રોકવાનો છે. કાઠમાંડુ પોસ્ટ અખબાર પ્રમાણે એનસીપી સાથે જોડાયેલા લોકોએ ચીનના પ્રતિનિધિમંડળ આવવાની પુષ્ટિ કરી છે. અખબારે કહ્યું કે, ચીનના આ પગલાને બેઇજિંગ દ્વારા જમીની સ્થિતિની માહિતી મેળવવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. એનસીપીના પ્રચંડ જૂથના વિદેશ મામલાના વિભાગના ઉપ પ્રમુખ વિષ્ણુ રિજાલે કહ્યુ કે, ચીની પક્ષે કાઠમાંડુ યાત્રા વિશે તેમણે વાતચીત કરી છે. પરંતુ મારી પાસે વધુ જણાવવા માટે માહિતી નથી. આ સંબંધમાં કાઠમાંડુ સ્થિત ચીની દૂતાવાસને પૂછવામાં આવ્યું તો તેમણે ફોન કોલનો કોઈ જવાબ આપ્યો નથી. 


આ પણ વાંચોઃ કોરોના સામે જંગ જીતવા આ 9 Vaccine ની જબરદસ્ત ડિમાન્ડ,  8 બિલિયનથી વધુ ડોઝના અપાયા છે પ્રીઓર્ડર 


ઓલીએ સંસદના ઉપલા ગૃહનું શિયાળુ સત્ર બોલાવ્યું
આ વચ્ચે નેપાળમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમમાં પ્રધાનંત્રી કેપી શર્મા ઓલીના નેતૃત્વ વાળી સરકારે રાષ્ટ્રપતિને એક જાન્યુઆરીથી સંસદના ઉપલા ગૃહનું શિયાળુ સત્ર બોલાવવાની ભલામણ કરી છે. રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારી દ્વારા સંસદના નિચલા ગૃહને ભંગ કર્યાના એક સપ્તાહ બાદ સરકારે આ પગલું ભર્યું છે. હકીકતમાં ઓલીના નેતૃત્વ વાળી સીપીએન-યૂએમએલ અને પુષ્પ કમલ દહલ (પ્રચંડ)ના નેતૃત્વ વાળી સીપીએન-માઓવાદીના વિલયથી વર્ષ 2018માં નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીનો જન્મ થયો હતો. પ્રતિનિધિ સભાને ભંગ કરાયા બાદ પ્રચંડ જૂથના સાત મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા હતા. 


આ પણ વાંચોઃ જતા-જતા અમેરિકી નાગરિકોને ખુશ કરી ગયા ડોનાલ્ડ ટ્રમ્પ, જાણો એવું તે કયું કામ કર્યું?


પાંચ પૂર્વ માઓવાદી નેતાઓ સહિત આઠ મંત્રીઓને સામેલ કર્યા
શુક્રવારે ઓલીએ પોતાના મંત્રીમંડળમાં પાંચ પૂર્વ માઓવાદી નેતાઓ સહિત આઠ મંત્રીઓને સામેલ કર્યા હતા. જ્યારે પાંચ મંત્રીઓના વિભાગોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કેબિનેટમાં મંત્રીઓને સામેલ કર્યા બાદ ઓલીના નેતૃત્વમાં એક બેઠક થઈ અને રાષ્ટ્રપતિને એક જાન્યુઆરીએ ઉપલા ગૃહનું શિયાળુ સત્ર બોલાવવાની ભલામણ કરવામાં આવી છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube