જતા-જતા અમેરિકી નાગરિકોને ખુશ કરી ગયા ડોનાલ્ડ ટ્રમ્પ, લોકોને મળશે આર્થિક મદદ

નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ જો બાઈડેને પેકેજ પર સહી કરવા માટે ટ્રમ્પ પર દબાણ સર્જ્યુ હતું. તેમણે ચેતવણી આપી હતી કે જો આ પેકેજ પર સહી ન થઈ તો તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે. 

જતા-જતા અમેરિકી નાગરિકોને ખુશ કરી ગયા ડોનાલ્ડ ટ્રમ્પ, લોકોને મળશે આર્થિક મદદ

વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) આખરે કોરોના વાયરસ રાહત પેકેજ (Covid 19 relief package) પર હસ્તાક્ષર કરી દીધા છે. વ્હાઈટ હાઉસે રવિવારે જાહેરાત કરતા કહ્યું કે રાષ્ટ્રપતિએ રાહત પેકેજ પર હસ્તાક્ષર કરી નાખ્યા. હવે કોરોના પ્રભાવિતોને સરકારી મદદ મળવાનો રસ્તો ક્લિયર થઈ ગયો છે. આ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે પેકેજને મંજૂરી આપવાની ના પાડી દીધી હતી. તેમના આ વલણની અમેરિકાના નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ જો બાઈડેને આકરી ટીકા કરી હતી. 

ટ્રમ્પે જતાવી હતી આપત્તિ
વ્હાઈટ હાઉસે જણાવ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 900 બિલિયન અમેરિકી ડોલરના કોરોના વાયરસ રાહત પેકેજ પર હસ્તાક્ષર કરી દીધા છે. અત્રે જણાવવાનું કે મહિનાઓ સુધી ચાલેલી વાતચીત બાદ સેનેટે ગત સોમવારે આ રાહત પેકેજને મંજૂરી આપી હતી. આ પેકેજમાં જે અમેરિકનો વાર્ષિક  $75,000 કરતા ઓછી કમાણી કરે છે તેમને 600 ડોલરનો ચેક આપવાની જોગવાઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ જોગવાઈ પર આપત્તિ વ્યક્ત કરતા  કહ્યું હતું કે મદદની રકમ વધારવી જોઈએ. 

I'm signing this bill to restore unemployment benefits...add money for PPP, return our airline workers back to work, add substantially more money for vaccine distribution, &much more: Statement from US President (File pic) pic.twitter.com/5W8jomftOF

— ANI (@ANI) December 28, 2020

લોકોએ જતાવી ખુશી
ડોનાલ્ડ ટ્રમ્પે  કહ્યું કે વધારાના ખર્ચમાં કાપ મૂકીને રાહત પેકેજની રકમ વધારવી જોઈએ. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસને એ સ્પષ્ટ સંદેશ આપવા માંગુ છું કે ખર્ચામાં કાપ મૂકીને ચેકની રકમ  $2,000 કરવી જોઈએ. જો કે હવે તેમણે આ પેકેજ પર હસ્તાક્ષર કરી દીધા છે. રાષ્ટ્રપતિના આ વલણ પર લોકોએ ખુશી વ્યક્ત કરી છે. 

બાઈડેને આપી હતી ચેતવણી
આ રકમનો ઉપયોગ કોરોના વાયરસ મહામારી દરમિયાન ખરાબ રીતે પ્રભાવિત થયેલા વેપારીઓ અને જરૂરિયાતવાળાઓની મદદ તથા રસી ઉપલબ્ધ કરાવવા માટે થશે. જેનાથી અમેરિકી નાગરિકો અને વેપારીઓને તત્કાળ મદદ મળશે. પેકેજ અંતર્ગત સૌથી વધુ પ્રભાવિત થનારા વેપાર, શાળાઓ અને સ્વાસ્થ્ય સેવાઓને પણ મદદ કરાશે. આ અગાઉ નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ જો બાઈડેને પેકેજ પર સહી કરવા માટે ટ્રમ્પ પર દબાણ સર્જ્યુ હતું. તેમણે ચેતવણી આપી હતી કે જો આ પેકેજ પર સહી ન થઈ તો તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news