બીજિંગ: દુનિયાભરના લોકોને કોરોના મહામારીના પ્રકોપથી રાહત મળી નથી અને ચીનમાં વધુ એક નવી બિમારી પ્રસરી રહી છે. ચીનમાં નવી બિમારી બેક્ટીરિયલ ઇંફેક્શન (Bacterial Infection)ના કારણે ફેલાયેલી છે. ગાંસુ પ્રાંત (Gansu province)ની રાજધાની લાન્ચો (Lanzhou)ના સ્વાસ્થ્ય આયોગ (Health Commission of Lanzhou) એ જણાવ્યું કે અહીંના 3,245 લોકો Brucellosis બિમારીના સંપર્કમાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આયોગના અનુસાર આ બિમારી પશુઓના સંપર્કમાં આવવાના કારણે થાય છે. 1,401 લોકોમાં આ બિમારીનું સંક્રમણ જોવા મળ્યું છે જેના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જોકે અત્યાર સુધી આ બિમારીના કોઇના મૃત્યુંના સમાચાર સામે આવ્યા નથી. સ્વાસ્થ્ય અધિકારીઓએ શહેરની 29 લાખ વસ્તીમાંથી 21,847 લોકોનો ટેસ્ટ કર્યો છે. આ બિમારીને Malta feve અથવા Mediterranean fever નામથી પણ ઓળખાય છે. જેમાં દર્દીને માથાનો દુખાવો, માંસપેશીઓમાં દુખાવો (muscle pain) તાવ અને થાક (fatigue) જેવા ઘણા લક્ષણ જોવા મળે છે. 

ભારત બાદ અમેરિકામાં પણ બેન થયું TikTok, આ દિવસથી ડાઉનલોડિંગ પર પાબંધી


અમેરિકા (United States) ના રોગ નિયંત્રણ તથા નિવારણ કેન્દ્ર (Centers for Disease Control and Prevention)ના અનુસાર આ બિમારીથી ઉત્પન્ન થનાર કેટલાક લક્ષણ જૂના હોઇ શકે છે જે ક્યારેય દૂર થઇ શકતા નથી. જેમ કે ગઠિયા (arthritis) અથવા કેટલાક અંગોમાં સોજો વગેરે. બ્રુસેલોસિસ ચીનમાં 1980ના દાયકામાં એક સામાન્ય બિમારી હતી. જોકે પછી તેમાં ઘટાડો આવ્યો. 


CDC ના અનુસાર આ બિમારી કોવિડની માફક નથી. એક મનુષ્યથી કોઇ બીજા વ્યક્તિમાં ટ્રાંસફર થતી નથી. આ બિમારીની ચપેટમાં મોટાભાગે તે લોકો આવે છે. જે દૂષિત ભોજન ખાય છે અથવા શ્વાસ લેતી વખતે બેક્ટેરિયાથી સંક્રમિત થાય છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube