ન્યૂયોર્ક: ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીના ભાઈ નેહલ મોદી પર દુનિયાની સૌથી મોટી હીરા કંપનીઓમાં જેની ગણના થાય છે તે કંપની સાથે મલ્ટીલેયર્ડ સ્કિમ દ્વારા 2.6 મિલિયન ડોલર એટલે કે લગભગ 19 કરોડ કરતા વધુ રૂપિયાનું ફ્રોડ કરવાનો આરોપ લાગ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાની રસી લીધા બાદ 17 જ મિનિટમાં નર્સ ઢળી પડી, કાચાપોચા ન જોતા VIDEO


ઠગાઈની યોજના હંમેશા નહી રહે
નેહલ મોદી વિરુદ્ધ આરોપોની જાહેરાત કરતા પ્રોસિક્યુટર સાય વેન્સે કહ્યું કે હીરા હંમેશા માટે હોય છે પરંતુ આ ઠગાઈની યોજના હંમેશા માટે નહીં રહે. તે હવે ન્યૂયોર્ક સુપ્રીમ કોર્ટના અભિયોગનો સામનો કરશે. મોદી પર મેનહટ્ટન સ્થિત એક ડાયમંડ હોલસેલ કંપની પાસેથી 2.6 મિલિયન ડોલરથી વધુ મૂલ્યના હીરા લેવા માટે સુપ્રીમ કોર્ટમાં' ફર્સ્ટ ડિગ્રીમાં મોટી ચોરી'નો આરોપ લગાવવામાં આવ્યો છે. 


1 મિલિયન ડોલરથી વધુની ચોરી
ન્યૂયોર્ક રાજ્યના કાયદા હેઠળ પહેલી ડિગ્રીમાં મોટી ચોરીના અપરાધનો અર્થ એ થાય કે 1 મિલિયન ડોલરથી વધુની ચોરી છે. જેમાં વધુમાં વધુ સજા 25 વર્ષ જેલ છે. ન્યૂયોર્ક પોસ્ટ મુજબ મોદીએ કોર્ટને જણાવ્યું કે તેઓ આ આરોપના દોષિત નથી અને પછી તેમને જામીન વગર જ છોડી મૂકવામાં આવ્યા. 


અમેરિકામાં ફાઈઝર બાદ હવે  Moderna ની કોરોના રસીને પણ મળી મંજૂરી, જાણો કેટલી અસરકારક છે?


ભારતમાં પણ વોન્ટેડ છે નેહલ મોદી
અત્રે જણાવવાનું કે નેહલ મોદી પંજાબ નેશનલ બેન્ક સંલગ્ન 13500 કરોડ રૂપિયાના (લગભગ 1.9 બિલિયન ડોલર)ના ફ્રોડ કેસમાં ભારતમાં પણ વોન્ટેડ છે અને ભારતની ભલામણ પર ઈન્ટરપોલે એક રેડ નોટિસ પણ બહાર પાડી છે. 


2015માં કરી ફ્રોડની શરૂઆત
આ દુનિયાભરમાં કાયદા લાગુ કરનારી એજન્સીઓને તેની ધરપકડ માટે ભલામણ કરે છે. નેહલનું પ્રત્યાર્પણ હજુ પેન્ડિંગ છે. ન્યૂયોર્કમાં ન્યાયિક પ્રક્રિયા હેઠળ પ્રોસિક્યુટર્સે કેસને પહેલા જ્યૂરી સમક્ષ રજુ કર્યો, જેમણે નક્કી કર્યું કે આ કેસને આગળ વધારવો જોઈએ. ફ્રોડની શરૂઆત 2015થી થાય છે. જ્યારે નેહલ મોદીએ એક કંપની સાથે મળીને ખોટા પ્રેઝન્ટેશન કરવા માટે LLD ડાયમન્ડ્સ યુએસએ પાસેથી 2.6 મિલિયન ડોલરની કિંમતના હીરા લીધા. 


'રસી એ કોઈ Silver Bullet નથી કે આંખના પલકારામાં કોરોનાને ખતમ કરી નાખશે'


Modus operandi of Nehal Modi
પ્રોસિક્યુશને કહ્યું કે માર્ચ 2015માં મોદીએ પહેલીવાર કંપની પાસેથી લગભઘ 8,00,000 ડોલરની કિંમતના હીરા આપવા માટે કહ્યું અને દાવો કર્યો કે તે તેને કોસ્ટકો હોલસેલ કોર્પોરેશન નામની કંપનીને સંભવિત વેચાણ માટે દેખાડશે. 


કોસ્ટકો એક માર્કેટિંગ ચેન છે જે પોતાના સભ્યો તરીકે જોડાનારા ગ્રાહકોને ઓછા ભાવે હીરા વેચે છે. ત્યારબાદ મોદીએ દાવો કર્યો કે કોસ્ટકો હીરા ખરીદવા માટે સહમત થઈ ગયા છે અને LLDએ તેને 90 દિવસની અંદર ચૂકવણી કરવા માટે ક્રિડિટ આપી. ત્યારબાદ કોસ્ટકોએ તે હીરાને શોર્ટ ટર્મ લોન માટે કોઈ અન્ય કંપનીને આપી દીધા. ત્યારબાદ ફરીથી LLD પાસેથી હીરા લીધા પરંતુ તેને ખુબ જ મામૂલી ચૂકવણી કરવામાં આવી. 


મેનહટ્ટનમાં નોંધાયો ફ્રોડનો કેસ
LLDને જ્યારે ફ્રોડની ખબર પડી ત્યારે આ નેહલ મોદી હીરા વેચીને માલ હજમ કરી ચૂક્યો હતો. ત્યારબાદ LLDએ મેનહટ્ટનના પ્રોસીક્યુટરની ઓફિસમાં ફરિયાદ નોંધાવી. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube