નવી દિલ્હી: જો કોરોના (Corona Virus) માંથી માનવજાતિ ઉગરી ગઈ તો પણ ત્યારબાદ આવનારા બીજા બે સંકટોથી આ દુનિયાને કોણ બચાવશે? માનવતા પર મંડરાઈ રહેલા બે મોટા સંકટોની સામે કોરોના મહામારી તો કઈ જ નથી. નોમ ચોમસ્કીએ દુનિયાને ચેતવતા કહ્યું છે કે કોરોનાથી પણ બહુ મોટા બે ભયાનક સંકટ દુનિયાના અસ્તિત્વ માટે ઘાતક સાબિત થઈ શકે છે. તેના પર કોઈ વિચારે છે ખરા?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona: જીવલેણ કોરોના પર મળ્યા અત્યંત રાહતના સમાચાર, ખાસ જાણો 


કોણ છે આ નોમ ચોમસ્કી
92 વર્ષના એવરમ નોમ ચોમસ્કી અમેરિકાના પ્રમુખ ભાષાવૈજ્ઞાનિક, દાર્શનિક, રાજનૈતિક વિશ્લેષક, લેખક અને વ્યાખ્યાતા છે. તથા હાલમાં તેઓ મેસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના રિટાયર્ડ પ્રોફેસર છે. ચામસ્કીને  જેનેરેટિવ ગ્રામના સિદ્ધાંતના સૂચક અને વીસમી સદીના ભાષાવિજ્ઞાનમાં સૌથી મોટા યોગદાનકર્તા તરીકે ઓળખવામાં આવે છે. આર્ટ્સ અને હ્યુમેનિટિઝ સાયન્ટેશન ઈન્ડેક્સ મુજબ નોમ ચામસ્કી આજ સુધી કોઈ પણ સમયકાળમાં આઠમાં સૌથી મોટા ક્વોટેડ લેખક છે. 


Gucchi mushrooms: ભારતના આ શાકની છે વિદેશમાં ખુબ જ ડિમાન્ડ, ખરીદવા માટે લોન લેવી પડે!


કઈ છે આ આફતો અને બંને Impending crises નો શું ઉકેલ છે?
પ્રસિદ્ધ અમેરિકી ભાષાવિદ અને રાજનીતિક વિશ્લેષક નોમ ચોમસ્કીનો દાવો છે કે કોરોના મહામારી બાદ કે તેની સાથે આવનારા આ બે સંકટો કે જેના ઉકેલ અંગે હાલ દુનિયામાં કોઈએ વિચાર્યું નથી. કોરોના આ બંને વૈશ્ચિક સંકટો સામે કઈ જ નથી. ચોમસ્કીના જણાવ્યાં મુજબ પરમાણુ યુદ્ધ અને ગ્લોબલ વોર્મિંગ આ બે એવા સંકટો છે કે જે માનવ સભ્યતાના વિનાશને આમંત્રણ આપી શકે છે. 


Good News!: ઘરમાં એકદમ સરળતાથી મળી રહેતી આ એક વસ્તુ કરી શકે છે જીવલેણ કોરોનાનો નાશ 


'બંને આફતો બહુ દૂર નથી'
સૌથી ડરામણી વાત જે ચોમસ્કીએ કહી તે એ છે આમ તો જો કોરોના વાયરસ મહામારી ઘણી ગંભીર સમસ્યા છે પરંતુ હાલના સમયમાં જે પ્રકારે વૈશ્વિક રાજકારણ અને આર્થિક હાલાતમાંથી દુનિયા પસાર થઈ રહી છે તે જોતા આ બંને આફતો હવે આપણાથી બહુ જોવા નથી મળી રહી. ચોમસ્કીએ કહ્યું કે કોરોના મહામારીથી તો આપણે બચી જઈશું પરંતુ બાકીના આ બે વૈશ્વિક જોખમોથી પાર પડવું એ અશક્ય હશે અને આ આફતો દુનિયાને તબાહ કરી નાખશે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube