પ્યોંગયાંગઃ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન  (Kim Jong Un)નો ક્રુર ચહેરો એકવાર ફરી સામે આવ્યો છે. આ વખતે કોરોના વાયરસ (CoronaVirus) નિવારણ માટે બનાવવામાં આવેલા નિયમોના ઉલ્લંઘન પર એક વ્યક્તિને જાહેરમાં ગોળીથી ઉડાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં લોકોને ડરાવવા માટે ઉત્તર કોરિયા (North Korea)એ ચીનની સરહદ પર એન્ટી એરક્રાફ્ટ ગનોને પણ તૈનાત કરી છે અને નિયમ તોડનારને જોતા જ ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યો છે. તાનાશાહના આ આદેશ બાદ લોકોમાં ભયનો માહોલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તસ્કરીમાં ઝડપાયો હતો
રેડિયો ફ્રી એસિયાના હવાલાથી ડેલી મેલે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે, 28 નવેમ્બરે ઉત્તર કોરિયાની સેનાના તાનાશાહ કિમ જોંગ ઉનના આદેશ પર એક વ્યક્તિને જાહેરમાંગોળી મારી દેવામાં આવી. મૃતક કોરોના પ્રતિબંધોને તોડતા ચીનથી સામાનની તસ્કરી કરતા ઝડપાયો હતો. હકીકતમાં કોરોનાના ડરથી કિમે પોતાની સરહદને માર્ચથી જ સત્તાવાર રૂપે બંધ રાખી છે. તેથી ગેરકાયદેસર રૂપથી ત્યાં અવર-જવર કરતા લોકો માટે ડર ઉભો કરવા આ પગલું ભરવામાં આવ્યું છે. 


કિમને આ વાતની શંકા
રિપોર્ટ પ્રમાણે ઉત્તર કોરિયા ભલે કોરોનાના મામલાથી ભલે ઇનકાર કરી રહ્યું હોય પરંતુ હકીકતમાં સ્થિતિ સારી નથી. તાનાશાહ કિમ જોંગ કોરોનાના ખતરાથી ડરેલું છે. સરહદ ક્ષેત્રનના નિવાસિયોના ધમકાવવા માટે નિયમ તોડવાના આરોપીને જાહેરમાં ગોળી મારવામાં આવી છે. કિમ જોંગ ઉનને શંકા છે કે ચીનની સરહદ પર બસેલા લોકો બીજીતરફના લોકોના વધુ સંપર્કમાં છે. જ્યારે કેટલાક લોકો તસ્કરી જેવા કામોમાં પણ સંડોવાયેલા છે, જેનાથી કોરોનાનો પ્રસાર થઈ શકે છે. 


ખેડૂતોના પ્રદર્શન પર કેનેડિયન PMની ટિપ્પણીથી ભારત ખુબ નારાજ, લીધુ આ 'કડક' પગલું


Border Guards પર પણ સવાલ
મૃતકની ઉંમર 50 વર્ષની આસપાસ ગણાવવામાં આવી છે. તે પોતાના ચીની સાથેની સાથે છેલ્લા ઘણા મહિનાથી સરહદ પારથી તસ્કરી કરી રહ્યો હતો. મહત્વનું છે કે ચી ઉત્તર કોરિયાનું સૌથી મોટું વ્યાપારિક સહયોગી છે, પરંતુ મહામારીને કારણે બંન્ને વચ્ચે વેપારમાં 75 ટકાનો ઘટાડો આવ્યો છે. ઉત્તર કોરિયાના બોર્ડર ગાર્ડ્સ પર પણ તસ્કરીમાં સામેલ હોવાનો આરોપ લાગ્યો છે, ત્યારબાદ કિમે પોતાની સેનાની વિશેષ ટૂકડીઓને સરહદ પર તૈનાત કરી છે. 


દાવા પર નથી વિશ્વાસ
ઉત્તર કોરિયાએ સત્તાવાર રીતે દાવો કર્યો કે, તેના દેશમાં આજ સુધી એકપણ કોરોના વાયરસનો મામલો આવ્યો નથી. પરંતુ તે વાત અલગ છે કે તેની તૈયારીઓ અને ડર જોઈને દુનિયાને કિમના દાવા પર વિશ્વાસ આવી રહ્યો નથી. ઉત્તર કોરિયામાં કડક સેન્સરશિપને કારણે સાચી માહિતી બહાર આવવી મુશ્કેલ છે. પરંતુ જે રીતે સમાચાર સામે આવે છે તેના પરથી લાગે છે કે સ્થિતિ સારી નથી. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube