ભારત માટે કેમ ખાસ છે ઓક્સફોર્ડની કોરોના વેક્સિન, સરળ શબ્દોમાં સમજો આ ગણિત
ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની વેક્સિન કોવિડ-19ને રોકવામાં ઉપયોગી રહી છે. વેક્સિનની ફેઝ 3ના અંતરિમ ડેટા જણાવે છે કે ઓવરઓલ તેની એફિસેસી (પ્રભાવશાળી) 70.4% રહી છે.
નવી દિલ્હીઃ કોવિડ-19 વેક્સિનની ફાઇનલ રેસ શરૂ થઈ ગઈ છે. એક-એક કરી ફાર્મા કંપનીઓ પોતાની વેક્સિન ટ્રાયલનો ડેટા સામે રાખી રહી છે. અત્યાર સુધી ફાઇઝર, મોડર્ના અને ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાના ફેઝ 3 ટ્રાયલન્સના ડેટા સામે આવ્યા છે. ઓક્સફોર્ડની વેક્સિન 'કોવિશીલ્ડ'થી ભારતને ખુબ આશા છે કારણ કે તે માટે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)એ એસ્ટ્રાઝેનેકા સાથે ડીલ કરી છે. SII કોવિશીલ્ડના 100 કરોડ ડોઝ કરશે. ભારત સરકાર સીરમ ઈન્સ્ટિટ્યૂટના સંપર્કમાં છે અને વેક્સિન ખરીદવાને લઈને વાતચીત ચાલી રહી છે. સૂત્રો પ્રમાણે, આ વેક્સિન આશરે 500-600 રૂપિયામાં મળશે. પરંતુ સરકાર માટે તેની કિંમત અડધી થઈ જશે. કોવિશીલ્ડ ન માત્ર ઓક્સફોર્ડ યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત રિસર્ચ સંસ્થાએ બનાવી છે, પરંતુ તે 90 ટકા સુધી અસરકારક છે. તેને સ્ટોર કરવા માટે વધુ ઓછા તાપમાનની જરૂર નથી અને ભાવ અન્ય વેક્સિનથી ઓછા છે. તેવામાં દરેક હિસાબે આ વેક્સિન ભારત માટે સૌથી અનુકૂળ છે.
કોરોનાને રોકવામાં 90% સુધી અસરકારક
ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની વેક્સિન કોવિડ-19ને રોકવામાં ઉપયોગી રહી છે. વેક્સિનની ફેઝ 3ના અંતરિમ ડેટા જણાવે છે કે ઓવરઓલ તેની એફિસેસી (પ્રભાવશાળી) 70.4% રહી છે. ખાસ વાત છે કે રિસર્ચર્સ કહી રહ્યાં છે કે ડોઝના માત્રા બદલવા પર વેક્સિન વધુ અસરકારક સાબિત થઈ રહી છે. જ્યારે વેક્સિનનો પ્રથમ ડોઝ અડધો અને બીજો આખો ડોઝ આપવામાં આવ્યો તો વેક્સિન 90 ટકા સુધી અસરકારક રહી.
Corona ના હાહાકાર વચ્ચે રસી અંગે અમેરિકાથી આવ્યા અત્યંત શુભ સમાચાર
અસરકારક હોવાની સાથે-સાથે સેફ પણ છે કોવિશીલ્ડ
ઓક્સફોર્ડ વેક્સિનની ટ્રાયલ યૂકે, બ્રાઝિલ, ભારત સહિત ઘણા દેશોમાં થઈ/ચાલી રહી છે. અત્યાર સુધી આ વેક્સિનથી કોઈ પ્રકારની ગંભીર આડઅસરની વાત સામે આવી નથી. યૂકેમાં એક વોલેન્ટિયરની તબીયત બગડવા પર જરૂર ટ્રાયલ રોકવામાં આવી હતી પરંતુ તેનાથી વેક્સિનની સુરક્ષા પર કોઈ આંચ આવી નથી. તાજા પરિણામોમાં પણ કોઈ પ્રકારની સુરક્ષા સમસ્યાની વાત નથી. એટલે કે વેક્સિન આપવા પર કોઈ પ્રકારના રિએક્શન કે પ્રતિકૂળ પ્રભાવ થવાની સંભાવના ન બરાબર છે.
ભારતીય જળવાયુ પ્રમાણે મૈત્રીપૂર્ણ છે કોવિશીલ્ડ
ભારતમાં વેક્સિનને લઈને સૌથી મોટી ચિંતા તે રહી છે કે તેને સ્ટોર અને ડિસ્ટ્રીબ્યૂટ કેમ કરીએ. ફાઇઝર અને મોડર્નાની વેક્સિનને શૂન્યથી ઓછા તાપમાન પર રાખવી પડે છે. તેના મુકાબલે ઓક્સફોર્ડની રસી 2થી 8 ડિગ્રી તાપમાન પર સ્ટોર કરી શકાય છે. મોટાભાગની વેક્સિન આ ટેમ્પ્રેચર લિમિટમાં સ્ટોર થાય છે. ભારતની પાસે હાલ કોલ્ડ ચેન નેટવર્ક પ્રમાણે આ વેક્સિન એકદમ યોગ્ય છે. દેશમાં 28 હજારથી વધુ કોલ્ડ ચેન પોઈન્ટ્સ છે. ખાસ કોરોના રસીકરણ માટે Covin નામની એપ પણ બનાવવામાં આવી છે જેમાં વેક્સિનનો બધો ડેટાબેસ હશે.
સૌથી પહેલા આ વેક્સિન આવવાની આશા
ભારતમાં સૌથી પહેલા આ રસી આવવાની આશા છે. તે એટલા માટે કે યૂકેમાં એસ્ટ્રાઝેનેકા તેના ઇમરજન્સી અપ્રૂવલ માટે એપ્લાઈ કરશે. ત્યાં મંજૂરી મળવા પર સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા આ ટ્રાયલ ડેટાને આધાર બનાવીને ભારતમાં ઇમરજન્સી અપ્રૂવલ માટે અરજી કરશે. વેક્સિનના રોલઆઉટ રિવ્યૂ એટલે કે રસીકરણની સાથે-સાથે રિવ્યૂને પણ મંજૂરી આપવામાં આવી શકે છે. સીરમના સીઈઓ અદાર પૂનાવાલા કહી ચુક્યા છે કે વેક્સિન જાન્યુઆરી 2021 સુધી લોન્ચ થઈ શકે છે. આ સિવાય ભારત બાયોટેકની Covaxin છે જેની ફેઝ 3ની ટ્રાયલ ચાલી રહી છે. તે પણ ફેબ્રુઆરી સુધી ઉપલબ્ધ થવાની સંભાવના છે. પરંતુ ફાઇઝર કે મોડર્ના બંન્નેની રસી ભારતમાં 2021ના પ્રથમ ક્વાર્ટર સુધી આવવાની આશા ઓછી છે. એક તો તેના શરૂઆતી ડોઝ ઘણા પશ્ચિમી દેશોએ બુક કરાવી લીધા છે. બીજીતરફ તેનો ભાવ વધુ છે અને ડિલીવરીમાં સમય લાગશે. કોવિશીલ્ડ અને કોવેક્સીનનું ઉત્પાદન દેશમાં ચાલી રહ્યું છે, તેવામાં તેના શરૂઆતી ડોઝ ભારતના ભાગમાં આવશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube