પેશાવરઃ પાકિસ્તાનની ખૈબર પખ્તુનખ્વા સરકાર (Khyber Pakhtunkhwa Govt)એ દિગ્ગજ બોલીવુડ અભિનેતાઓ દિલીપ કુમાર (Dilip Kumar) અને રાજ કપૂર (Raj Kapoor)ના પૈતૃક ઘરોની ખરીદી માટે 2.35 કરોડ રૂપિયા જારી કરવાને મંજૂરી આપી છે. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની સરકારે સપ્ટેમ્બરમાં જર્જરિત હાલતમાં આવી ચુકેલી આ ઐતિહાસિક ઇમારતોના સંરક્ષણ માટે પૈતૃક ઘરોને ખરીદવાનો નિર્ણય લીધો હતો. પેશાવરના મુખ્ય વિસ્તારમાં સ્થિત આ બંન્ને ઇમારતોને રાષ્ટ્રીય વારસો જાહેર કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખૈબર પખ્તુખ્વા પ્રાંતના મુખ્યમંત્રી મહમૂદ ખાન (Mehmud Khan)એ ઔપચારિક રૂપે બંન્ને અભિનેતાઓના પૈતૃક ઘરને ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ સાથે સંબંધિત અધિકારીઓને ખૈબર પખ્તુનખ્વા સંચાર અને નિર્માણ વિભાગ દ્વારા નક્કી કરેલી કિંમતો પર આ અભિનેતાઓની પૈતૃક હવેલીઓને ખરીદવાની મંજૂરી મળી ગઈ છે. પેશાવરના ડેપ્યુટી કમિશનર મુહમ્મદ અલી અસગરે દિલીપ કુમારના ઘરનીકિંમત 80.56 લાખ રૂપિયા જ્યારે રાજ કપૂરના ઘરની કિંમત 1.50 કરોડ રૂપિયા નક્કી કરી હતી. 


WHO એક્સપર્ટનો દાવો, COVID-19 નથી સૌથી ભીષણ મહામારી, અન્ય ઘાતક વાયરસની ઝપેટમાં આવી શકે છે દુનિયા


મારલા ક્ષેત્રના મીટરિંગ માટે પાકિસ્તાન, ભારત અને બાંગ્લાદેશમાં ઉપયોગ થનાર એક પરંપરાગત માપ કે માપદંડ છે. એક મારલાને 272.25 વર્ગ ફૂટ કે 25.2929 વર્ગમીટરને બરાબર માનવામાં આવે છે. પુરાતત્વ વિભાગે પ્રદેશ સરકારને આ બંન્ને ઐતિહાસિક ઇમારતોની ખરીદી કરવા માટે રકમ જારી કરવાની ભલામણ કરી હતી. સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે આ ઇમારતોમાં ભારતીય સિનેમાના દિગ્ગજ કલાકાર દિલીપ કુમાર અને રાજ કપૂરનો જન્મ થયો હતો. ભારત પાકના વિભાજન પહેલા આ અભિનેતાઓનું શરૂઆતી જીવન ત્યાં પસાર થયું હતું. 


 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube