ઇસ્લામાબાદ: આ તરફ અયોધ્યા (Ayodhya)માં રામમંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવી રહ્યું હતું, ત્યારે પાકિસ્તાન (Pakistan) પર વિજળી પડી રહી હતી. પાકિસ્તાનના રેલમંત્રી શેખ રશીદ અહમદ (Sheikh Rasheed Ahmad)એ એક વીડિયો શેર કરી તેમની બેચેનીનો ઉલ્લેખ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રશીદે એક વીડિયો સંદેશ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. વીડિયોમાં તેમણે જમ્મુ કાશ્મીરથી કલમ 370 દૂર કરવાનો વાંધો ઉઠાવવાની સાથે રામ મંદિરને લઇ ભારત પર નિશાન સાધ્યુ છે. રશીદે કહ્યું કે ભારતન હવે ધર્મનિરપેક્ષ દેશ નથી રહ્યો, પરંતુ રામ નગરમાં બદલાઇ ગયો છે. તેમણે વધુમાં કહ્યું કે, પાકિસ્તાન અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની સખત નિંદા કરે છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 30 વર્ષ પહેલા અયોધ્યા યાત્રા દરમિયાન તેમનો હેતુ વ્યક્ત કર્યો હતો.


આ પણ વાંચો:- ભારત જ નહીં, અમેરિકામાં પણ રામ નામનો નાદ, રસ્તા પર ઉતરી લોકોએ કરી ઉજવણી


રશીદે કહ્યું કે, મોદી સરકારે ઇરાદાપૂર્વક રામ મંદિરના ભૂમિ પૂજન માટે આ દિવસ પસંદ કર્યો છે. જ્યારે કાશ્મીરમાં કલમ 370 હટાવ્યાને એક વર્ષ પૂર્ણ થયું છે. ભારત શ્રીરામના હિન્દુત્વનો દેશ બની ગયો છે અને હવે તે ધર્મનિરપેક્ષ રહ્યો નથી. પાકિસ્તાન આ મુશ્કેલીના સમયમાં કાશ્મીરીઓ અને હિન્દુસ્તાનના મુસ્લિમોની સાથે ઉભુ છે. અમે કલમ 370 હટાવા અને બાબરી મસ્જિદને રામ મંદિર બનાવવાનો સંપૂર્ણ વિરોધ કરીએ છે.


બેરૂત બ્લાસ્ટ: 78 લોકોના મોત, 4000થી વધુ લોકો ઇજાગ્રસ્ત, પીએમએ કહ્યું- છોડીશું નહી


આમ તો આ કોઇ પ્રથમ વખત નથી જ્યારે પાકિસ્તાન રેલ મંત્રીએ આ પ્રકારનું નિવેદન આપ્યું છે. આ પહેલા પણ ઘણી વખત તેમના નિવેદનોથી લોકોને ભડકાવવાનો પ્રયત્ન કરી ચુક્યા છે. પરંતુ કોઈ પણ તેમને ગંભીરતાથી લેતા નથી. ઓછામાં ઓછા સોશિયલ મીડિયા પર તો આવી સ્થિતિ છે. રાશિદને ઘણી વાર તેની ટ્વિટ અંગે ટીકાઓનો સામનો કરવો પડે છે. ગત વર્ષે, જ્યારે તેણે ભારતને યુદ્ધની ધમકી આપી હતી, ત્યારે લોકોએ તેમને જોરદાર નિશાન બનાવ્યા હતા. પોતાના દેશમાં પણ તેમને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube