ભારત જ નહીં, અમેરિકામાં પણ રામ નામનો નાદ, રસ્તા પર ઉતરી લોકોએ કરી ઉજવણી
રામ નામનો નાદ માત્ર ભારતમાં જ નહીં પરંતુ અમેરિકામાં પણ સંભળાઇ રહ્યો છે. અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન સમયે અમેરિકામાં રહેતા ભારતીયોએ ઉજણવી કરી છે. સાથે જ યૂએસના તમામ મંદિરોમાં વિશેષ કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યાં છે.
Trending Photos
વોશિંગ્ટન: રામ નામનો નાદ માત્ર ભારતમાં જ નહીં પરંતુ અમેરિકામાં પણ સંભળાઇ રહ્યો છે. અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન સમયે અમેરિકામાં રહેતા ભારતીયોએ ઉજણવી કરી છે. સાથે જ યૂએસના તમામ મંદિરોમાં વિશેષ કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યાં છે.
વોશિંગ્ટનના કેપિટલ હિલની બહાર ભારતીયો ભેગા થયા અને તેમની વર્ષો જુની ઇચ્છાને પૂરી થતા જોઇ ખુશી વ્યક્ત કરી હતી. તે દરમિયાન જય શ્રી રામના નારા પણ લાગવ્યા હતા. કેટલાક ભારતીયોએ ભગવા કપડા પહેરેલા હતા અને તેમના હાથમાં ભગવો ધ્વજ પણ હતો. સાથે જ ભવ્ય રામ મંદિરની ડિજિટલ તસવીરોવાળી ઝાંખી પણ કાઢવામાં આવી હતી.
આ પહેલા હિન્દુ સમુદાયના નેતાઓએ કહ્યું હતું કે રામ મંદિરના ભૂમિ પૂજન સમયે અમેરિકાના તમામ મંદિરોમાં વિશેષ પૂજા તેમજ અર્ચના કરવામાં આવશે. મોટી મોટી સંખ્યામાં યૂએસમાં રહેતા ભારતીયોએ કહ્યું હતું કે, તેઓ ભૂમિ પૂજનની ખુશીમાં તેમના ઘરોને દીવાથી રોશન કરશે. હિન્દુ મંદિર કાર્યકારી સંમેલન અને હિન્દુ મંદિર પુજારી સંમેલન તરફથી ભારતીય-અમેરિકાના લોકોએ મોટી સંખ્યામાં સામૂહિક વર્ચુઅલ પ્રાર્થનાનો ભાગ બનવાની અપીલ કરી હતી.
USA: Members of the Indian community gathered outside the Capitol Hill in Washington DC to celebrate the foundation laying ceremony of #RamTemple in #Ayodhya pic.twitter.com/NofEWuM3E5
— ANI (@ANI) August 5, 2020
આ રીતે ન્યૂયોર્ક શહેરમાં પણ હિન્દુ સમાજના નેતાઓએ આ ઐતિહાસિક ક્ષણને સેલિબ્રેટ કરવાનો નિર્ણય કર્યો હતો. અમેરિકા-ભારત સાર્વજનિક મામલાની સમિતિના અધ્યક્ષ જગદીશ સેહવાનીએ જણાવ્યું હતું કે, ટાઇમ્સ સ્ક્વાયર (Times Square)ના એક વિશાળ બિલબોર્ડ પર ભગવાન રામ અને ભવ્ય રામ મંદિરનું 3D ચિત્ર પ્રદર્શન કરવામાં આવશે. તેના માટે જે પ્રમુખ હોર્ડિંગને લીઝ પર લેવામાં આવ્યા છે તેમાં વિશાળ નૈસડેક સ્ક્રીન અને 15,000 વર્ગ ફૂટની એલઈડી ડિસપ્લે સ્ક્રીન સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે