Porn જોનારાની મુશ્કેલી વધી, આ જાણીતી વેબસાઇડનો ડેટા લીક
પોપ્યુલર પોર્ન વેબસાઇટ MyFreeCams ના યૂઝરનો ડેટા લીક થઈ ગયો છે. એક રિપોર્ટમાં જાણવા મળ્યું કે, હેકર્સ આ ડેટાનો ખોટો ઉપયોગ કરી શકે છે.
નવી દિલ્હીઃ એક પોપ્યુલર પોર્ન વેબસાઇટના યૂઝર્સનો ડેટા લીક થઈ ગયો છે. આ ડેટામાં યૂઝર્સના નામ અને ઈમેલ જેવી અંગત જાણકારીઓ સામેલ છે. રિપોર્ટ પ્રમાણે, હેકર્સ આ ડેટાનો ઉપયોગ સાઇબર એટેક કે યૂઝર્સને બ્લેકમેલ કરવા માટે કરી શકે છે.
Cyber News ના એક રિપોર્ટ પ્રમાણે MyFreeCams નામની એક પોર્ન વેબસાઇટનો ડેટા લીક થઈ ગયો છે. લીક ડેટામાં આશરે 20 લાખ યૂઝર્સોની જાણકારી સામેલ છે. રિપોર્ટ અનુસાર લીક થયેલ ડેટામાં યૂઝર્સના ઈમેલ આઈડી, એડ્રેસ, યૂઝરનેમ અને પાસવર્ડ જેવી વસ્તુ સામેલ છે. આ જાણકારી બ્લેક માર્કેટમાં વેચવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ White Houseના દરવાજે ઊભા રહેવું પડ્યું જો બાઈડનને, જતાં જતાં દાવ કરી ગયા ટ્રમ્પ
ડેટાને બદલે બિટકોઇન
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે યૂઝરના ડેટાબેઝને એક હેકર્સના જાણીતા ફોરમ પર વેચવામાં આવી રહ્યો છે. ડેટાના બદલામાં બિટકોઇનની માંગ કરવામાં આવી રહી છે. 10 હજાર યૂઝર્સના ડેટાના બદલે 1500 ડોલર બિટકોઇન તરીકે લેવામાં આવી રહ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે 10 હજાર યૂઝર્સનો ડેટા ખરીદીને ઓછામાં ઓછા 10 હજાર ડોલર કમાઇ શકાય છે.
ડેટા લીકના સમાચારો બાદ પોર્ન વેબસાઇટે ખુદ આ વાતની પુષ્ટિ કરે છે અને કહ્યું કે, તેમણે યૂઝર્સને સૂચના આપ્યા બાદ પાસવર્ડ રીસેટ કરી દીધા છે.
આ પણ વાંચોઃ Antarctica માં બરફ ઉપર જોવા મળી આવી આકૃતિ, NASA ના વૈજ્ઞાનિકો પણ આશ્વર્યમાં
ચોરી કરવામાં આવેલા ડેટાના એક સેમ્પલ જોયા બાદ જાણવા મળ્યું કે, તેમાં યૂઝરનેમ, ઈમેલ એડ્રેસ, MyFreeCams ટોકન બેલેન્સ અને પાસવર્ડ ઇન્ફર્મેશન પ્લેન ટેક્સ્ટ તરીકે લખવામાં આવ્યા છે. મહત્વનું છે કે MyFreeCams એક જાણીતી પોર્ન વેબસાઇટ છે જેના આશરે 70 મિલિયન (7 કરોડ) મંથલી વિઝિટર છે. પોપ્યુલર એડલ્ટ સાઇટના મામલામાં તે 27માં સ્થાને છે. જો તમે પણ MyFreeCams યૂઝર છો તો જલદી તમારો પાસવર્ડ ચેન્જ કરી દો.
ધ્યાન આપવા જેવી વાત છે કે હેકર્સ ઘણી રીતે ચોરી કરવામાં આવેલી જાણકારીનો ઉપયોગ કરી શકે છે. હેકર્સ યૂઝર્સનું MyFreeCams ટોકન બેલેન્સ સમાપ્ત કરી શકે છે. આ સિવાય યૂઝર્સને બ્લેકમેલ કરતા ઈમેલ આવે, જેમાં તેને આ જાણકારી પરિવાર તથા મિત્રોની સાથે શેર કરવાની ધમકી મળે. તો ઈમેલ એડ્રેસને ફિશિંગ અને સ્પેમ માટે પણ યૂઝ કરવામાં આવી શકે છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube