નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસની મહામારીને પહોંચી વળવાના મામલે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ને આડે હાથ લીધુ છે. તેમણે કોરોના મામલે WHO પર ગંભીર આરોપ લગાવ્યો કે તે ચીન પર વધુ ધ્યાન આપે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનના આ 4 'મોટા ગુના' અને ભારત સહિત આખી દુનિયા જીવલેણ કોરોનાના ભરડામાં...


ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વિશ્વ આરોગ્ય સંગંઠનને અમેરિકા પાસેથી મોટા પાયે ફંડ મળે છે. મેં ચીન માટે મુસાફરી પર પ્રતિબંધ લગાવ્યો તો તેઓ મારી સાથે અસહમત હતાં અને તેમણે મારી ટીકા કરી. તેઓ અનેક ચીજો અંગે ખોટા હતાં. એવું લાગે છે કે તેઓ ચીન પર વધુ ધ્યાન આપે છે. અમે WHO પર ખર્ચ થઈ રહેલા નાણઆ પર રોક લગાવવા જઈ રહ્યાં છીએ. 


ભારત જો દવા ન આપે તો જોઈ લેવાની અમેરિકાની ધમકી, જાણો શું કહ્યું ટ્રમ્પે?


ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારોને કહ્યું કે "તેઓ વિશ્વ આરોગ્ય સંગઠનને મળતા ફંડ પર રોક લગાવવા જઈ રહ્યાં છે. સંયુક્ત રાષ્ટ્રની આ શાખાને મળતા ફંડનો મોટો સ્ત્રોત અમેરિકા છે.  'અમેરિકા ફર્સ્ટ'નો નારો આપનારા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે ડબલ્યુએચઓ પર ખર્ચ કરવામાં આવતા ધન પર રોક લગાવવા જઈ રહ્યાં છીએ. ટ્રમ્પ અગાઉ પણ સંયુક્ત રાષ્ટ્ર હેઠળ આવતી એજન્સીઓને નિશાન બનાવી ચૂક્યા છે. 


જો કે પ્રેસ કોન્ફરન્સમાં તેમણે એ ન જણાવ્યું કે WHOને મળતા ફંડમાં કેટલો કાપ મૂકાશે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હું એમ નથી કહેતો કે હું આ કરવા જઈ રહ્યો છું તેમણે કહ્યું કે અમે ફંડિંગ ખતમ કરવા પર વિચાર કરીશું. ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યાં મુજબ ડબલ્યુએચઓ ચીન તરફ ખુબ પક્ષપાતી જણાય છે, જે યોગ્ય નથી. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube