ભારત જો દવા ન આપે તો જોઈ લેવાની અમેરિકાની ધમકી, જાણો શું કહ્યું ટ્રમ્પે?

કોરોના વાયરસના કેરથી અમેરિકાની હાલત ખરાબ છે. આખા દેશને કોરોનાએ પોતાના ભરડામાં લીધુ છે પરંતુ આમ છતાં ડોનાલ્ડ ટ્રમ્પ ધમકીઓ આપવામાંથી ઊંચા નથી આવતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો કે જો ભારતે હાઈડ્રોક્સીક્લોરોક્વીન(hydroxychloroquine)  દવાની નિકાસ પરથી પ્રતિબંધ ન હટાવ્યો તો તેઓ જવાબી કાર્યવાહી કરી શકે છે. હાઈડ્રોક્સીક્લોરોક્વીનનો ઉપયોગ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવારમાં થઈ રહ્યો છે. આ અગાઉ ટ્રમ્પે પીએમ મોદી પાસે આ દવા માટે ગુહાર લગાવી હતી. 

Updated By: Apr 7, 2020, 09:39 AM IST
ભારત જો દવા ન આપે તો જોઈ લેવાની અમેરિકાની ધમકી, જાણો શું કહ્યું ટ્રમ્પે?
ફાઈલ ફોટો

વોશિંગ્ટન: કોરોના વાયરસના કેરથી અમેરિકાની હાલત ખરાબ છે. આખા દેશને કોરોનાએ પોતાના ભરડામાં લીધુ છે પરંતુ આમ છતાં ડોનાલ્ડ ટ્રમ્પ ધમકીઓ આપવામાંથી ઊંચા નથી આવતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો કે જો ભારતે હાઈડ્રોક્સીક્લોરોક્વીન(hydroxychloroquine)  દવાની નિકાસ પરથી પ્રતિબંધ ન હટાવ્યો તો તેઓ જવાબી કાર્યવાહી કરી શકે છે. હાઈડ્રોક્સીક્લોરોક્વીનનો ઉપયોગ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવારમાં થઈ રહ્યો છે. આ અગાઉ ટ્રમ્પે પીએમ મોદી પાસે આ દવા માટે ગુહાર લગાવી હતી. 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કોરોના વાયરસ ટાસ્કફોર્સ બ્રિફિંગ દરમિયાન વ્હાઈટ હાઉસમાં કહ્યું કે "ભારત અમેરિકા સાથે સારું કરી રહ્યો છે અને ભારત અમેરિકાના દવાના ઓર્ડર પર પ્રતિબંધ ચાલુ રાખે તેની પાછળ મને કોઈ કારણ જણાતું નથી. તેમણે કહ્યું કે મેં રવિવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી અને મે કહ્યું હતું કે જો તમે હાઈડ્રોક્સીક્લોરોક્વીનની આપૂર્તિને મંજૂરી આપો તો અમે તમારા આ પગલાંને બિરદાવીશું. જો આ દવાની આપૂર્તિની મંજૂરી ન આપો તો પણ ઠીક છે, પરંતુ હાં..નિશ્ચિતપણ જવાબી કાર્યવાહી થઈ શકે છે અને આમ કેમ ન થવુ જોઈએ?" ટ્રમ્પે વધુમાં કહ્યું કે "પીએમ મોદી સાથે હાલમાં જ ફોન કોલ દરમિયાન ભારતના વડાપ્રધાને કહ્યું હતું કે તેઓ આ દવા અમેરિકાને આપવા પર વિચાર કરશે.

અમે જવાબી કાર્યવાહી કરી શકીએ છીએ-ટ્રમ્પ
ટ્રમ્પે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે સારા વ્યાપારી સંબંધ છે અને સંકેત આપ્યો કે જો ભારતે દવાની નિકાસ પર પ્રતિબંધ ન હટાવ્યો તો અમે જવાબી કાર્યવાહી કરી શકીએ છીએ. આ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરીને કોરોના સામેની લડતમાં સહયોગની માગણી કરી હતી. મલેરિયા જેવી ખતરનાક બીમારી સામે લડવામાં હાઈડ્રોક્સીક્લોરોક્વીન (Hydroxychloroquine) કારગર દવા છે. 

હકીકતમાં વૈશ્વિક મહામારી બની ગયેલા કોરોના વાયરસનું સંક્રમણ અનેક દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. ઈટાલી, સ્પેન જેવા વિક્સિત દેશો અને મહાસત્તાઓએ પણ આ વાયરસ આગળ ઘૂંટણિયા ટેક્યા છે. અમેરિકા પોતે ભારત તરફ આશા માંડીને બેઠું છે. ટ્રમ્પના જણાવ્યાં મુજબ કોરોનાની સારવારમાં પણ હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાના સારા પરિણામ જોવા મળ્યા છે. 

જુઓ LIVE TV

હાઈડ્રોક્સીક્લોરોક્વીનનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે ભારત
ભારતમાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો મેલેરિયાની ચપેટમાં આવે છે આથી આ દવા ભારતીય કંપની મોટા પાયે ઉત્પાદન કરે છે. હવે આ દવા કોરોના વાયરસ સામે સારા પરિણામ આપે છે આથી માગણી વધી ગઈ છે. જો કે કાચા માલની અછતના કારણે દવાના ઉત્પાદનને અસર પડી છે. વૈશ્વિક લોકડાઉનના કારણે ભારતીય દવા નિર્માતા કંપનીઓએ સરકારને આ દવા માટે કાચા માલને એરલિફ્ટ કરવાની પણ માગણી કરી છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube