નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ સંયુક્ત રાષ્ટ્રની 75મી વર્ષગાંઠ પર સોમવારે મોડી રાતે UNGAની એક ઉચ્ચ સ્તરની બેઠકને સંબોધિત કરી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે 75 વર્ષ  પહેલા યુદ્ધની ભયાનકતાથી એક નવી આશા પેદા થઈ. માનવ ઈતિહાસમાં પહેલીવાર સમગ્ર દુનિયા માટે એક સંસ્થા બનાવવામાં આવી. સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના સંસ્થાપક હસ્તાક્ષરકર્તા તરીકે ભારત તે મહાન દ્રષ્ટિકોણનો ભાગ હતો. આ સાથે તેમણે કહ્યું કે ખુદ સંયુક્ત રાષ્ટ્રના સુધારની પણ જરૂરિયાત છે. આપણે જૂની સંરચનાઓની સાથે આજના પડકારો સામે લડી શકીએ નહી. વ્યાપક સુધારાઓ વગર, સંયુક્ત રાષ્ટ્રના ભરોસા પર સંકટ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Noam Chomsky ની ચેતવણી, કોરોનાથી તો બચી જશો પણ આ 2 ભયાનક સંકટથી કેવી રીતે દુનિયા બચશે


પ્રધાનમંત્રીએ કહ્યું કે તેનાથી ભારતના 'વસુધૈવ કુટુંબકમ'ના દર્શનને પ્રતિબિંબિત કર્યો જે દુનિયાને એક પરિવાર તરીકે જુએ છે. PM મોદીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રના કારણે આજે આપણી દુનિયા એક સારી જગ્યાએ છે. જેમણે શાંતિ અને વિકાસ માટે કામ કર્યું અને સંયુક્ત રાષ્ટ્રના ઝંડા હેઠળ તેના શાંતિ અભિયાનોમાં યોગદાન આપ્યું તે તમામને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમાં ભારતે અગ્રણી રહીને પોતાનુ યોગદાન આપ્યું. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube