ઈસ્લામાબાદ: ઈમરાન ખાનને સત્તામાં બેદખલ કરાયા બાદથી પાકિસ્તાનમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. રવિવારે ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) ના હજારો કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા અને પ્રદર્શન કર્યું. આ દરમિયાન નારાજ થયેલા કાર્યકરોએ સેના વિરુદ્ધ પણ ખુબ નારેબાજી કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝ એજન્સી ANI ના રિપોર્ટ મુજબ ઈસ્લામાબાદ, કરાચી, પેશાવર, અને લાહોર સહિત અનેક શહેરોમાં ઈમરાન ખાનને સત્તામાંથી હટાવવા મુદ્દે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. દેખાવકારો સેના અને વિપક્ષી પાર્ટીઓ વિરુદ્ધ નારેબાજી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ઈમરાન ખાન સરકારને ષડયંત્ર હેઠળ પાડવામાં આવી છે. આ અગાઉ ઈમરાન ખાને એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આઝાદી માટે નવી લડત શરૂ કરવાની વાત કરી હતી. 


PTI ના નેતાઓ સતત લોકોને પ્રદર્શનમાં સામેલ થવાની અપીલ કરી રહ્યા છે. પાર્ટી પ્રવક્તા ફવાદ ચૌધરીએ જનતાને અપીલ કરતા કહ્યું કે લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળે અને ઈમરાન સરકાર વિરુદ્ધ ષડયંત્રનો વિરોધ કરે. આ બધા વચ્ચે પાકિસ્તાનમાં 'ચોકીદાર ચોર હૈ' ના નારા પણ સંભળાયા. અત્રે જણાવવાનું કે ભારતમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર હુમલો કરવા માટે ચોકીદાર ચોર હૈનો નારો લગાવ્યો હતો. જે હવે પાકિસ્તાનમાં પણ ફેમસ થઈ ગયો છે. 


PM મોદી વિશે ઈમરાન ખાને વ્યક્ત કરી હતી આ એક ઈચ્છા, પણ સત્તામાંથી બેદખલ થતા રહી ગઈ અધૂરી


રાશિદની હાજરીમાં નારેબાજી
ઈમરાન સરકારને પાડવામાં સેનાની મહત્વની  ભૂમિકા હોવાનું કહેવાય છે. આ જ કારણ છે કે પીટીઆઈના કાર્યકરોમાં સેના વિરુદ્ધ નારાજગી છે. તેમણે સેનાને 'ચોકીદાર' કહીને તેમને 'ચોર' ગણાવ્યા. પંજાબ પ્રાંતની લાલ હવેલી પર પાર્ટી નેતા શેખ રશિદ અહેમદ દ્વારા આયોજિત રેલીમાં 'ચોકીદાર ચોર હૈ' નારા સાંભળવા મળ્યા. જો કે રાશિદ લોકોને નારેબાજી ન કરવાનું કહેતા જોવા મળ્યા. તેમણે સમર્થકોને કહ્યું કે સેના વિરુદ્ધ નારેબાજી ન કરો. આપણે શાંતિથી લડીશું. 


નેશનલ એસેમ્બલીના અડધી રાતના નિર્ણયની વાત કરતા શેખ રશિદે કહ્યું કે જો તમે આપણા દેશને બચાવવા માંગતા હોવ તો રાતના અંધારામાં નહીં પરંતુ દિવસના અજવાળામાં નિર્ણય લો. તેમણે કહ્યું કે 29/4 ના રોજ ઈદ હશે. તૈયાર રહો આપણે રોજ લાલ હવેલીથી જેલ  ભરો આંદોલન શરૂ કરીશું. હું પોતે કરાચીથી તેને શરૂ કરીશ. આપણે બધાને જણાવીશું કે તે ચોર, દગાબાજ અને લૂટેરા છે. 


Pakistan: શાહબાઝ શરીફનો ઈમરાન ખાન માટે મોટો સંદેશ 'બદલો તો નહીં લઈએ...પરંતુ કાયદો ચોક્કસપણે પોતાનું કામ કરશે'


યુક્રેનમાં જેલેન્સ્કી સાથે ઘૂમતા જોવા મળ્યા બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સન, જુઓ Video


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube