માસ્કોઃ રૂસના દૂરસ્થ વિસ્તારોમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (President Vladimir Putin) વિરુદ્ધ લોકોનો ગુસ્સો વધી રહ્યો છે. આ વિસ્તારના ખુબ લોકપ્રિય ગવર્નરની ધરપકડ બાદ હજારો સ્થાનીક લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને પોતિનના રાજીનામાની માગ કરી રહ્યાં છે. પ્રદર્શનકારી પુતિન રાજીનામુ આપોના નારા લગાવી રહ્યા છે અને સ્થાનીક ગવર્નર સર્ગેઈ ફુરગાલને છોડવાની માગ કરી રહ્યાં છે. ગવર્નરને ઘણી હત્યાઓની શંકામાં અરેસ્ટ કરવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિરાધ પ્રદર્શન ચીન સાથે જોડાયેલા સરહદી વિસ્તાર ખબરોવ્સ્ક અને ઘણા અન્ય ગામોમાં થયા છે. વર્ષ 2036 સુધી પુતિનનો સત્તામાં રહેવાનો માર્ગ મોકળો બન્યા બાદ રૂસી સુરક્ષા સેવાનાલોકોએ મોટા પાયે અભિયાન ચલાવ્યું છે. જાણવા મળી ર્યું છે કે પુતિન સમર્થક ઉમેદવારને હરાવીને સુર્ગેઈ વર્ષ 2018માં સત્તામાં આવ્યા હતા. હવે તેમની વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટુ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. 


કોરોનાઃ આ દેશે પ્રથમ વેક્સીન તૈયાર કરવાનો કર્યો દાવો, મનુષ્યો પર ટ્રાયલ રહી સફળ  


પત્રકારની જાજૂસી કરવાના આરોપમાં ધરપકડ કરી
આ પહેલા થોડા દિવસ પહેલા એક પ્રસિદ્ધ રક્ષા પત્રકારની કથિક રૂપે ચેક ગણરાજ્ય માટે જાજૂસી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. એટલું જ નહીં માનવાધિકાર કાર્યકર્તા મિખાઇલ ખોદોરકોવસ્કીના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા. મિખાઇલે બંધારણ સંસોધન વિરુદ્ધ પ્રદર્શનની યોજના બનાવી હતી. પશ્ચિમી વિશ્લેશકોનું કહેવું છે કે આ ધરપકડ તે વાતનો ઈશારો કરે છે કે પુતિને ખેલ કરીને મત હાસિલ કર્યાં છે અને આ ગમે ત્યારે તેમના માટે સંકટ બની શકે છે. 


પુતિન તંત્રના લોકોનુ કહેવુ છે કે જનમત સંગ્રહમાં જનતાએ તેમના પર જોરદાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જનમત સંગ્રહનું આ પરિણામ તેવા સમયે આવ્યું છે જ્યારે રૂસી રાષ્ટ્રપતિની રેટિંગ ખુબ નીચે ચાલી ગઈ છે. 6 લાખની વસ્તી વાળું ખબરોવ્સ્ક શહેર સામાન્ય રીતે ખુબ શાંતિ વાળુ શહેર છે, પરંતુ ગવર્નરની ધરપકડ બાદ માહોલ બગડી ગયો છે. શનિવારે આશરે 35 હજાર લોકોએ પ્રદર્શનમાં ભાગ લીધો જે આ વિસ્તારના ઈતિહાસમાં સૌથી મોટુ પ્રદર્શન છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube